PM મોદી બે દિવસ ગુજરાત મુલાકાતે, અમદવાદ-કચ્છને આપશે અનેક વિકાસ કાર્યોની ભેટ

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Election) નજીક આવી રહી છે. ત્યારે ગુજરાતના મતદારોને આકર્ષવા દરેક પક્ષ તરફથી ભરપુર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. AAPના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાત આવી રહ્યા છે. ત્યારે સત્તારૂઢ ભાજપની સરકારને ટકાવી રાખવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) પણ વારંવાર ગુજરાતના પ્રવાસે(Gujarat Visist) આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 ઓગસ્ટ એમ બે દિવસની ગુજરાત મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ(Ahmedabad) અને કચ્છને(kutch) વિવિધ વિકાસ કર્યોની ભેટ આપશે.

શનિવારે વડાપ્રધાન મોદી આમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. તેઓ રિવરફ્રન્ટ(Riverfront) પર યોજાનારા ખાદી ઉત્સવમાં હાજરી આપશે. ત્યાર બાદ તેઓ રીવરફ્રન્ટ પર બનેલા ફૂટ ઓવરબ્રિજનું (અટલ બ્રીજ) લોકાર્પણ કરશે. સાથે સાથે તેઓ જનસભાને સંબોધન પણ કરશે. વડાપ્રધનની મુલાકાતને લઈને તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.

અટલ બ્રીજ

તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે તેઓ કચ્છ પહોંચશે. 28 ઓગસ્ટે PM મોદી સવારે 10 વાગ્યે કચ્છ યુનિવર્સિટીમાં જનસભાને સંબોધશે. ભુજમાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. મુલાકાત દરમિયાન તેઓ કચ્છ જિલ્લાને અનેક વિકાસ યોજનાઓની ભેટ આપશે. ગાંધીધામમાં કન્વેન્શનલ હોલ અને સરહદ ડેરીના પ્રોસેસિંગ અને પેકેજિંગ યુનિટનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ તેઓ કચ્છમાં વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં મૃત્યુ પહેલા નાગરિકોની યાદમાં ભુજ ખાતે બનાવેલા સ્મૃતિવનનું લોકાર્પણ કરશે.

“>

 

આ ઉપરાંત તેઓ નર્મદાની કચ્છ-ભુજ બ્રાંચ કેનાલનું લોકાર્પણ કરશે. 357 કિલોમીટર લાંબી હાઈટેક અને ભૂકંપપ્રૂફ આ કેનાલનું નિર્માણ 1745 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે.આ કેનાલ એન્જિનિયરિંગનો અદભૂત નમૂનો છે. કચ્છ જેવા સુકા સરહદી વિસ્તારને પાણીની સમસ્યામાંથી ઉગારવામાં આ કેનાલ મહત્વનો ભાગ ભજવશે.

આ કેનાલ થકી કચ્છના 948 ગામ અને 10 જેટલા શહેરોને પીવાનું પાણી મળી રહેશે. કચ્છના 1 લાખ 10 હજાર હેક્ટરથી વધારે વિસ્તારને સિંચાઈની સુવિધાનો લાભ મળશે. ૩ ફોલ અને ૩ પમ્પિંગ સ્ટેશનની મદદથી કચ્છના સુદૂર વિસ્તારમાં પણ નર્મદા મૈયાનું પાણી પહોંચશે.

“>

આ કેનાલ રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ, મુન્દ્રા અને માંડવી તાલુકામાંથી પસાર થાય છે. કચ્છના આ વિસ્તારમાં ઘુડખરોનું અભ્યારણ્ય આવેલું છે. ઘુડખરોની સુરક્ષા માટે કેનાલની બંને તરફ ખાસ ફેન્સિંગ પણ કરવામાં આવ્યું છે. ઘુડખરો કેનાલ પાર કરી શકે તે માટે ખાસ રસ્તાનું નિર્માણ કરાયું છે.

28 ઓગસ્ટની સાંજે વડાપ્રધાન જાપાની કાર ઉત્પાદક મારુતિ સુઝુકીની ભારતમાં હાજરીના 40 વર્ષ પૂરા થવા અંગે યોજાનાર કાર્યક્રમમાં પણ ભાગ લેશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાશે જેમાં અનેક જાહેરાતો થવાની શક્યતા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.