વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 12મી ફેબ્રુઆરીના રોજ દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેના પ્રથમ ચરણનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. ગુડગાંવ જિલ્લાના અલીપુર ગામથી રાજસ્થાનના દૌસા સુધીનો 220 કિલોમીટરનો હાઈવે બનીને તૈયાર થઈ ગયો છે. જેનું ઉદ્ઘાટન PM મોદી કરશે છે.
દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે 2024 લોકસભા ચૂંટણી માટે ખુબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. . વર્ષ 2024માં પૂર્ણ થવાની સાથે દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે બનશે. આ એક્સપ્રેસ વે સંપૂર્ણ બની ગયા બાદ દિલ્હીથી મુંબઈની મુસાફરી માત્ર 12 કલાકની રહેશે. અત્યારે લગભગ 24 કલાકનો સમય લાગે છે. આ એક્સપ્રેસ વે ગુરુગ્રામના સોહના નગરના અલીપુર ગામથી શરૂ થાય છે. પ્રથમ તબક્કામાં અલીપુરથી દૌસા સુધી 220 કિલોમીટરનો રોડ તૈયાર કરવામાં આવ્યો છે. હાલ દિલ્હીથી દૌસા પહોંચવામાં લગભગ 6 કલાકનો સમય લાગે છે, હવે આ હાઇવેથી માત્ર અઢી કલાકમાં દિલ્હીથી દૌસા પહોંચી શકાશે. આ જ રીતે દિલ્હીથી જયપુર 2 કલાકમાં પહોંચી શકાય છે
દેશના સૌથી લાંબા આ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વાહનો 120 કિમીની ઝડપે દોડી શકશે. આ આઠ લેન એક્સપ્રેસ વેને 12 લેન સુધી વિકસાવી શકાશે. આ એક્સપ્રેસ વે બનાવવા માટે લગભગ એક લાખ કરોડનો ખર્ચ થશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ થવા જઈ રહી છે. આ એક્સપ્રેસ વે પર પેટ્રોલપંપ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ, હોટલ અને રેસ્ટરૂમ સહીત તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ દરમિયાન હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર અને કેન્દ્રીય માર્ગ પરિવહનપ્રધાન નીતિન ગડકરી ગુરુગ્રામના અલીપુર ખાતેના કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ પીએમ મોદી રાજસ્થાનના દૌસા જિલ્લામાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે.