Homeઆપણું ગુજરાતPM મોદી આવતીકાલે આવશે મોરબી, પુતીને વ્યક્ત કરી સંવેદના, કેજરીવાલે રદ કર્યા...

PM મોદી આવતીકાલે આવશે મોરબી, પુતીને વ્યક્ત કરી સંવેદના, કેજરીવાલે રદ કર્યા રોડ શો

ગુજરાતના મોરબીમાં બનેલી ગોઝારી ઘટનાના પડઘા સમગ્ર દુનિયામાં પડ્યા છે. દેશ ભરમાંથી લોકો મૃતકોને શ્રધાંજલી પાઠવી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલેકે 1લી નવેમ્બરના રોજ મોરબીની મુલાકાતે આવશે. પીએમ મોદી ઘટનાની સમીક્ષા કરશે અને મૃતકોના પરિવારને મળશે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 143 લોકોના મોત થયા છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોરબી પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સોમવારે ક્રેમલિન વેબસાઇટ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને સંદેશ લખાયો હતો જેમાં પુતિને કહ્યું, “માનનીય રાષ્ટ્રપતિ, માનનીય વડા પ્રધાન, ગુજરાત રાજ્યમાં થયેલા દુ:ખદ પુલ અકસ્માત પ્રત્યે મારી સંવેદનાઓ. મારી લાગણી મૃતકોના પરિવારજનો સુધી પહોંચાડવ વિનંતી, ઘાયલોની ઝડપી સજા થાય એવી પ્રાર્થના.”

“>

મોરબીમાં થયેલા અકસ્માતને લઈને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે હરિયાણાના આદમપુરમાં પોતાનો રોડ શો રદ કર્યો છે. આદમપુર વિધાનસભા સીટ પર યોજાનારી પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ પણ મોરબી અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે મોરબીમાં થયેલા અકસ્માત અંગે હું દુઃખ વ્યક્ત કરું છું. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવાર પ્રત્યે મારી સંવેદના.

“>

પોલેન્ડના વિદેશપ્રધાને મોરબી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વીટર પર લખ્યું કે ગુજરાતના મોરબીમાં થયેલી દુર્ઘટના બદલ ભારત લોકોને મારી ઊંડી અને નિષ્ઠાવાન સંવેદના. પોલિશ-ભારતીય સંબંધોમાં આ શહેરનું વિશેષ સ્થાન છે.

“>

 

મોરબી અકસ્માત અંગે સાઉદી અરેબિયાએ શોકની વ્યક્ત કર્યો છે. સાઉદી વિદેશ મંત્રાલયે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.

“>

 

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મોરબીમાં ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મોરબી કલેકટર ઓફીસ કહતે ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોરબી બ્રિજ દુર્ઘટના સંદર્ભે પક્ષના કાર્યકરોને આહ્વાન કર્યું હતું. તેમણે કાર્યકરોને બચાવકાર્યમાં શક્ય તમામ મદદ કરવા જણાવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular