દેશનુ રાજકારણ શોર્ટકટ પર આધારિત હોય એ દેશમાં એક દિવસ શોર્ટ સર્કિટ થઇ જાયઃ PM મોદી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડની મુલાકાતે છે. અહીં એમણે 16,800 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ઉદ્ઘાટન કર્યું હતું. એ પછી મોદીએ દેવઘરમાં કડક સુરક્ષા વચ્ચે 12 કિ.મી. લાંબો રોડ શો કર્યો અને દેવઘરના બાબા બૈદ્યનાથ મંદિરમાં પૂજા કરી. ભગવાન શિવની આરાધના પછી તેઓ દેવઘર કોલેજ ગ્રાઉન્ડમાં પહોંચ્યા હતા અને ત્યાં સભાને સંબોધિત કરી હતી.

પીએમ મોદીએ ઝારખંડ સરકાર પર નિશાનો સાધતા કહ્યું હતું કે લોકોને લાલચ આપીને શોર્ટકટનું રાજકારણ કરવામાં આવ્યું છે. જે દેશનુ રાજકારણ શોર્ટકટ પર આધારિત હોય એ દેશમાં એક દિવસ શોર્ટ સર્કિટ થઇ જાય છે. એટલે શોર્ટકટના રાજકારણમાં ન આવવુ જોઇએ. શોર્ટકટનું રાજકારણ દેશને બરબાદ કરી દે છે. આઝાદી પછી સરકારે અનેક શોર્ટકટ અપનાવ્યા હતા. એટલે જ આપણી સાથે આઝાદ થયેલા દેશો આપણાથી આગળ નીકળી ગયા છે.

મોદીએ કહ્યું હતું કે હું દેશના લોકોને શોર્ટકટના રાજકારણથી બચીને રહેવાનો આગ્રહ કરુ છું. શોર્ટકટના રાજકારણ કરનારા કયારેય નવા એરપોર્ટ નહીં બનાવે, આધુનિક હાઇવે નહીં બનાવે, કયારેય એમ્સ નહીં બનાવે, દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ માટે મહેનત નહીં કરે. શોર્ટકટનાાઓને ન તો મહેનત કરવી પડતી કે ન તો તેમને દૂરગામી પરિણામ વિશે વિચારવુ પડે છે. અગાઉની સરકારમાં યોજનાઓની જાહેરાત થતી હતી. બે ચાર સરકાર આવીને ગયા બાદ યોજનાનું કામ પૂર્ણ થયેલુ દેખાતુ હતું. આજે અમે જેનો શિલાન્યાસ કરીએ છીએ તેનું ઉદ્ઘાટન પણ કરીએ છીએ.

આજે પર્યટન ઉદ્યોગ એ દુનિયાના અનેક દેશોમાં રોજગારનું ખૂબ મોટું માધ્યમ છે. અનેક દેશોની આર્થવ્યવસ્થા ફકત પર્યટનના ભરોસે ચાલી રહી છે. ભારતના ખૂણે ખૂણે પર્યટનની શક્તિ અપાર છે. આપણે તેને વધારવાની જરૂર છે. ભારતની વિરાસતને ઝડપથી સંરક્ષિત કરવાની અને ત્યાં આધુનિક સુવિધા વધારવાની જરૂર છે. છેલ્લા અમુક વર્ષમાં જે પણ તીર્થસ્થળને આધુનિક સુવિધાઓ સાથે જોડાવામાં આવ્યા છે ત્યાં પર્યટકોની સંખ્યામાં વધારો થયો છે. આનો સીધો ફાયદો આસપાસના જિલ્લાને થઇ રહ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.