નવી દિલ્હીઃ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ જેટલું ચર્ચામાં રહ્યું છે એટલું જ તેમણે પહેરેલું બ્લ્યુ જેકેટ પણ ચર્ચામાં રહ્યું હતું. મોદીએ આજે પહેરેલું બ્લ્યુ રંગનું જેકેટ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવ્યું હતું અને હવે અચાનક ચર્ચામાં આવી ગયા છે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખરગે અને તેમણે પહેરેલું મફલર. ખરગેએ પણ આજે લોકસભામાં ભાષણ આપ્યું હતું.
ભાષણ સિવાય મોદીના જેકેટ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના મફલરની ચર્ચા લોકસભા અને સોશિયલ મીડિયા બંને જગ્યાએ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ મફલરની કિંમત આશરે 56 હજાર રૂપિયા હોવાની ચર્ચા ચાલી રહી છે.
Taste apna apna , Sandesh Apna Apna
PM @narendramodi sports a blue jacket made from recycled bottles sending a green message of fighting climate change …
Kharge ji wears expensive LV scarf & talks about poverty!
Burberry-LV poverty experts! https://t.co/cjnqESMaC5 pic.twitter.com/dEQkPEnOSu— Shehzad Jai Hind (@Shehzad_Ind) February 8, 2023
ભાજપના નેતાઓએ ખરગેના આ મફલર પર ટીકાસ્ત્ર છોડ્યું છે અને નેટીઝન્સ પણ આ મફલર પર ટ્વીટ કરીને તેની ટીકા કરી રહ્યા છે. ખરગેએ પહેરેલું આ મફલર લૂઈ વીટોન બ્રાન્ડનું છે અને તેની કિંમત 56,000નું છે. એક તરફ મોદીજી પ્લાસ્ટિકની બોટલને રિસાઈકલ કરીને તેમાંથી તૈયાર કરવામાં આવેલું જેકેટ પહેરીને લોકસભામાં હાજરી આપી હતી તો ખરગેએ 56,000નું મફલર પહેરીને આવ્યા હતા એવી ચર્ચા સોશિયલ મીડિયા ચાલી રહી છે.
ભાજપ પ્રવક્તા શહજાદ પુનાવાલાએ ટ્વીટર પર બે ફોટો પોસ્ટ કર્યા છે જેમાંથી એક ફોટો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો છે અને બીજા ફોટમાં ખરગે દેખાઈ રહ્યા છે. પુનાવાલાએ ખરગેએ પહેરેલા મફલરની કિંમત જણાવીને તેમના પર નિશાનો સાધ્યો છે. આ મફલરની કિંમત 56,332 રૂપિયા હોવાનું પુનાવાલાએ જણાવ્યું હતું.
નેટીઝન્સે પણ ખરગે પર નિશાનો સાધ્યો હતો અને એનું કારણ પણ ખરગેએ જ તેમને આપ્યું હતું. ખરગે લોકસભામાં ગરીબી પર વાત કરી રહ્યા હતા અને તેમણે આટલું મોંઘું મફલર પહેર્યું હતું એટલે લોકો તેમની ટીકા કરી રહ્યા છે.