મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10મી ફેબ્રુઆરીના ફરી એક વખત મુંબઈની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષાવ્યવસ્થામાં કોઈ ચૂક ના થાય એ માટે અત્યારથી જ મુંબઈ પોલીસે કમર કસી લીધી છે. મુંબઈ પોલીસ અને મુંબઈ મહાનગર પાલિકા દ્વારા તૈયારીઓનો ડે ટુ ડે રિપોર્ટ લઈ રહ્યા છે. મુંબઈ પોલીસ દ્વારા બંદોબસ્ત એકદમ ટાઈટ કરવામાં આવ્યો છે અને ખુદ મુંબઈ પોલીસ કમિશનર દ્વારા ચાર કલાક સુધી આ મુલાકાત સ્થળનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.
અંધેરી પૂર્વના મરોલ વિસ્તારમાં બોરી કોલોની આવેલી છે અને આ પરિસરમાં બોરી મુસ્લિમ સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં રહે છે. આ પરિસરની આસપાસમાં ઝૂંપડપટ્ટી આવેલી હોવાને કારણે મુંબઈ પોલીસ માટે સિક્યોરિટીનો મોટો સવાલ છે. પરિણામે પીએમ વિઝિટના 10-12 દિવસ પહેલાંથી જ મુંબઈ પોલીસે સિક્યોરિટી ગોઠવવાનું શરૂ કરી દીધું છે અને આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. મુંબઈ પોલીસ કમિશનરે ચાર કલાક સુધી આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું.
આ પહેલાં 12મી જાન્યુઆરીના કર્ણાટકમાં રોડ શો કરી રહેલાં મોદીની સુરક્ષાવ્યવસ્થાને તોડીને એક યુવક મોદીજી પાસે પહોંચી ગયો હતો. મુંબઈ પોલીસ આવી કોઈ ઘટના પોતાને ત્યાં ના થાય એની પૂરેપૂરી તકેદારી રાખી રહી છે અને આ જ કારણસર વિઝિટના 10-12 દિવસ પહેલાંથી વિઝિટના વિસ્તારની આજુબાજુમાં કડક સુરક્ષાબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
દરમિયાન એક મહિનામાં મોદી બીજી વખત મુંબઈ આવી રહ્યા છે. આ પહેલાં તેઓ 19મી જાન્યુઆરીના બીકેસી આવ્યા હતા અને તેમણે મેટ્રો 2A અને મેટ્રો 7નું ઉદ્ઘાટન કરવાની સાથે સાથે જ અન્ય પ્રોજેક્ટનું પણ ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું હતું.
એક મહિનામાં મોદી બીજી વખત મુંબઈઃ મુંબઈ પોલીસ અને પાલિકાએ કસી કમર
RELATED ARTICLES