મુંબઈઃ વડા વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક મહિનામાં બીજી વખત મુંબઈની મુલાકાતે આવ્યા છે અને તેઓ સીએસએમટી રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા, જ્યાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમા આપીને તેમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, નારાયણ રાણે, રેલવે પ્રધાન અશ્વિનીકુમાર વૈષ્ણવ, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા.
નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસે જણાવ્યું હતું કે વંદેભારત એક્સપ્રેસ એ એક આશ્ચર્ય છે અને એવી ટ્રેન ભારતમાં દોડાવવામાં આવશે. એવી કોઈ કલ્પના સુધ્ધા નહીં કરી હોય. હવે આ ટ્રેન મુંબઈથી શિરડી સાંઈબાબાના આશીર્વાદ લેવા માટે દોડાવાશે, જ્યારે બીજી ટ્રેન આઈભવાની, સિદ્ધરામેશ્વર, ભગવાન વિઠ્ઠલના દર્શન કરવા માટે રવાના થશે. ભાવિકો અને પ્રવાસીઓ માટે ટ્રેન એક માઈલ સ્ટોન સમાન સાબિત થશે અને આ વખતે ભારતીય રેલવેના ઈતિહાસમાં મહારાષ્ટ્રને રેલવે માટે ક્યારેય 13 હજાર કરોડ રૂપિયાનું બજેટ નહોતું ફાળવવામાં આવ્યું અને આ માટે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનીને જણાવ્યું હતું કે તમારા આશીર્વાદથી છ મહિના પહેલાં મુંબઈમાં અમારી-આપણી સરકાર સ્થાપના થઈ અને આ સામાન્ય નાગરિકોની, સામાન્ય નાગરિકો માટેની સરકાર છે. મહારાષ્ટ્રની પાયાભૂત સુવિધાઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ સહકાર કર્યો છે અને ભવિષ્યમાં આવો જ સહકાર મળતો જ રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
શિંદેએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે પીએમ મોદીના જ હસ્તે સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેનું ઉદ્ઘાટન કર્યું હતું અને આજે લાખો લોકો તેનો લાભ લઈ રહ્યા છે. ગયા મહિને જ વડા પ્રધાનના હસ્તે મેટ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને લાખો પ્રવાસીઓ આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે. આજે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડવા માટે તેઓ મુંબઈ આવ્યા છે અને મને વિશ્વાસ છે કે લાખો પ્રવાસીઓ આ બંને ટ્રેનોનો પણ પૂરેપૂરો લાભ ઉઠાવશે.
આ મુંબઈ વિઝિટમાં પીએમ મોદી ક્યાં ક્યાં જશે અને શું-શું કરશે એ જાણો એક ક્લિક પર-
વડા પ્રધાન મોદીજી આઈએનએસ શિક્રાના બેઝથી રવાના થઈને મુંબઈના સીએસએમટી રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા અને પ્લેટફોર્મ નંબર 18 પરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી હતી. ટ્રેનને લીલી ઝંડી દેખાડીને વડા પ્રધાન વડા પ્રધાન મુંબઈમાં સાંજે મરોળ ખાતે યોજાયેલા એક કાર્યક્રમ મારે રવાના થશે અને ત્યાં તેઓ અલ-ઝકેરિયા ટ્રસ્ટ સેફીનું નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે અને ત્યાંથી તેઓ મુંબઈ એરપોર્ટ જવાના રવાના થશે.
વડા પ્રધાન મોદીજી મરોળમાં કાર્યક્રમમાં હાજરી આપવા આવવાના હોવાથી મુંબઈ મહાનગરપાલિકા અને મુંબઈ પોલીસ દ્વારા ખૂબ જદ્દોજહેમત કરવામાં આવી છે. મુંબઈના અંધેરી ઈસ્ટમાં આવેલા મરોળ પરિસરમાં બોરી મુસલમાન સમાજ દ્વારા બનાવવામાં આવેલી અલ જામિયા યુનિવર્સિટીનું ઉદ્ધાટન વડા પ્રધાનના હસ્તે કરવામાં આવશે.
ભવિષ્યમાં પણ કેન્દ્ર દ્વારા સહકારની અપેક્ષાઃ સીએમ શિંદે
RELATED ARTICLES