નયે ભારત કા નયા પથ, કર્તવ્ય પથ! PM Modi એ કર્યું નેતાજીની પ્રતિમાનું અનાવરણ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દિલ્હીનો રાજપથ આજથી કર્તવ્યપથ તરીકે ઓળખાશે. પીએમ મોદીએ કર્તવ્ય પથ પર પહોંચીને સૌ પ્રથમ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમા તે સ્થાન પર સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં આ વર્ષની શરૂઆતમાં 23 જાન્યુઆરીએ નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ગ્રેનાઇડથી બનેલી આ પ્રતિમા 28 ફુટ ઉંચી છે. તેનું વજન 65 મેટ્રિક ટન છે. તેને મૂર્તિકાર અરૂણ યોગીરાજે તૈયાર કરી છે. તેને એક ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. આ કાર્યક્રમમાં બોલીવૂડ સિતારાઓ સહિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને કેન્દ્રીય પ્રધાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
નોંધનીય છે કે 102 વર્ષમાં ત્રીજી વાર રાજપથનું નામ બદલવામાં આવ્યું છે. બ્રિટિશ શાસનમાં તે રોડનું નામ કિંગ્સવે હતું. આઝાદી બાદ તેનું નામ બદલીને રાજપથ કરી દેવામાં આવ્યું હતું, જે કિંગ્સવેનું હિન્દી ટ્રાન્સલેશન છે. હવે તેનું નામ બદલીને કર્તવ્ય પથ કરી દેવામાં આવ્યું છે.

YouTube player

‘કર્તવ્ય પથ’ હવે નવા રંગ સ્વરૂપમાં દેખાશે. ‘કર્તવ્ય પથ’ની આસપાસ લગભગ 15.5 કિમીનો વોકવે લાલ ગ્રેનાઈટથી બનેલો છે. તેની બાજુમાં લગભગ 19 એકરમાં એક કેનાલ પણ છે. તેના પર 16 પુલ બનાવવામાં આવ્યા છે. ફૂડ સ્ટોલની સાથે બંને બાજુ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સમગ્ર વિસ્તારમાં લગભગ 3.90 લાખ ચોરસ મીટરની હરિયાળી પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. રાહદારીઓ માટે નવા અંડરપાસ બનાવવામાં આવ્યા છે. સાંજના સમયે વિસ્તારને પ્રકાશિત કરવા માટે આધુનિક લાઇટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. શુક્રવારથી સામાન્ય લોકો પણ તેને જોઈ શકશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.