Homeઆપણું ગુજરાતપંડિત જવાહરલાલ નેહરુની જન્મ જયંતિ પર પીએમ મોદીથી લઈને સોનિયા ગાંધીએ આપી...

પંડિત જવાહરલાલ નેહરુની જન્મ જયંતિ પર પીએમ મોદીથી લઈને સોનિયા ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ

આજે દેશના પ્રથમ વડાપ્રધાન અને મહાન સ્વતંત્રતા સેનાની પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિ છે. તેમનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ થયો હતો આજે પંડિત નેહરુની 133મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આધુનિક ભારતના નિર્માણ માટે તેમના યોગદાનને દેશવાસીઓ યાદ કરી રહ્યા છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુ અને તેમના યોગદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે કે, ‘આપણા ભૂતપૂર્વ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. આપણા રાષ્ટ્ર માટે તેમના યોગદાનને યાદ કરીએ છીએ.’

“>

રક્ષા પ્રધાન રાજનાથ સિંહે પણ પંડિત નેહરુને યાદ કર્યા હતા. રાજનાથ સિંહે ટ્વીટ કર્યું, ‘સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.’

“>

યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં શાંતિ વન સ્મારક ખાતે પંડિત નેહરુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ પંડિત નેહરુને યાદ કર્યા હતા. તેમના જીવન અને તેમના કાર્યકાળ દરમિયાન ભારતના પ્રોજેક્ટ્સ અને સિદ્ધિઓ દર્શાવતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

“>

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પંડિત નેહરુના ભાષણો અને હાલની ‘ભારત જોડો યાત્રા’ના દ્રશ્યો સંયોજિત કરી એક વીડિયો પોસ્ટ કર્યો અને ટ્વિટ કર્યું, “કોણ છે ભારત માતા? આ વિશાળ ભૂમિમાં ફેલાયેલા ભારતના લોકો સૌથી વધુ મહત્વ ધરાવે છે. ભારતમાતા આ કરોડો અને કરોડો લોકો છે. હું પંડિત નેહરુના આ લોકતાંત્રિક, પ્રગતિશીલ અને બિનસાંપ્રદાયિક મૂલ્યો મારા હૃદયમાં રાખી ચાલી રહ્યો છું ‘હિંદના જવાહર’ની ભારત માતાની રક્ષા માટે.”

“>

કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે પંડિત નેહરુની જન્મજયંતિના અવસર પર ભારત જોડો યાત્રાના કરનારાઓમાં ‘ભારત એક ખોજ’ પુસ્તકની 600 નકલો વહેંચવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular