PM મોદીએ ઝારખંડમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન! કહ્યું, રાજ્યોના વિકાસથી રાષ્ટ્ર વિકાસ થશે, આજ વિચારધારા સાથે આગળ વધી રહ્યો છે દેશ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના દેવઘરમાં દેવઘર એરપોર્ટ અને અન્ય વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન હેમંત સોરેન અને રાજ્પાલ રમેશ બૈસ હાજર રહ્યા હતા. વડાપ્રધાને અહીં 16,800 કરોડની યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું.
લોકોનું સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે બાબા વૈદ્યનાથના આશીર્વાદથી આજે 16,000 કરોડથી વધુના પ્રોજેકટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે. આનાથી ઝારખંડની કનેક્ટિવિટી, ઊર્જા, સ્વાસ્થ્ય, આસ્થા અને પર્યટનને વેગ મળશે.

મોદીએ કહ્યું હતું કે આ યોજનાઓ ભલે ઝારખંડમાં શરૂ થઇ છે, પણ તેનાથી બિહાર અને પશ્ચિમ બંગાળના અનેક ક્ષેત્રોને સીધો લાભ થશે. આ યોજનાઓ પૂર્વ ભારતના વિકાસને પણ ગતિ આપશે. રાજ્યોના વિકાસથી રાષ્ટ્ર વિકાસ, દેશ છેલ્લા આઠ વર્ષથી આ જ વિચાર સાથે કામ કરી રહ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.