વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે શુક્રવારે સાંજે 5.30 વાગ્યે દિલ્હીની અશોકા હોટેલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે વિદાય સમારોહનું આયોજન કર્યું છે. મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે ફેરવેલ ડિનરનું ભવ્ય આજોન કર્યું હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. નોંધનીય છે કે રામનાથ કોવિંદનો કાર્યકાળ 24મી જુલાઈના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
આજે સાંજ સુધીમાં દેશને નવા રાષ્ટ્રપતિ મળી જશે. પહેલા તબક્કાની મતગણતરીમાં એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મુને વધુ વોટ મળ્યા હોવાથી પરિણામ મુર્મૂની તરફેણમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. ઓડિશામાં મુર્મુના ગામ રાયરંગપુરમાં લોકોએ ઉજવણી કરવાની શરૂઆત કરી દીધી છે. મળી રહેલી માહિતી અનુસાર તેમની જીત બાદ ભવ્ય વિજય સરઘસ કાઢવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. ભાજપના સ્થાનિક નેતાએ જણાવ્યું હતું કે મુર્મૂના ગામમાં 20,000 લાડુ બનાવવામાં આવી રહ્યા છે. મત ગણતરી પૂર્ણ થયા બાદ દેશને 15મા રાષ્ટ્રપતિ મળશે.
