ગમે તેટલા ઝાડૂં ફૂંકાવી લે, જનતા ફરીથી ભરોસો નહીં કરે! મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, દેશમાં કેટલાક લોકો છે જે નકારાત્મકતા ફેલાવી રહ્યા છે અને નિરાશામાં ડૂબેલા છે. સરકાર વિરુદ્ધ ખોટું બોલ્યા બાદ પણ જનતા આવા લોકો પર ફરી એક વાર વિશ્વાસ મૂકશે નહીં. આવી હતાશાનો અનુભવ કરનારા લોકો હવે બ્લેક મેજિક તરફ જતાં દેખાઈ રહ્યા છે. ગુજરાતના સુરતની તિરંગા યાત્રાને સંબોધિત કરતાં મોદીએ જણાવ્યું હતું કે, આપણે પાંચ ઓગસ્ટના જ જોઈ લીધું કે કેવી રીતે બ્લેક મેજિક ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ લોકો વિચારે છે કે કાળા કપડાં પહેરીને તેમની નિરાશા-હતાશાનો કાળ સમાપ્ત થઈ જશે, પરંતુ તેમને ખબર નથી કે તેઓ ગમે તેટલા ઝાડું ફૂકાવી લે, ગમે એટલું બ્લેક મેજિક કરે, અંધવિશ્વાસ પર ભરોસો કરી લે, પરંતુ જનતા બીજી વાર તેમના પર વિશ્વાસ મૂકશે નહીં. અમૃત મહોત્સવમાં આજે જ્યારે દેશ તિરંગાના રંગે રંગાયેલો છે ત્યારે હું દેશને કહેવા માગું છું કે આપણા વીર સ્વતંત્રતા સેનાનીઓને અપમાનિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવા લોકોની માનસિકતા દેશને સમજવાની જરૂર છે. જો રાજનિતિમાં સ્વાર્થ હશે તો કોઈ પણ આવીને પેટ્રોલ ડિઝલ ફ્રીમાં આપવાની જાહેરાત કરી શકે છે. આવા પગલાં આપણા બાળકોના હક છીનવી લેશે અને દેશને આત્મનિર્ભર બનવાથી રોકળે, આની સ્વાર્થી નીતિઓને કારણે દેશના ઈમાનદાર ટેક્સ પેયર્સ પર બોજો વધશે.
મોદીએ તિરંગા વિશે કહ્યું હતું કે, આપણો તિરંગો ભારતની એકતા, અખંડતા અને વિવિધતાનું પ્રતિક છે. વર્તમાનની કર્તવ્યનિષ્ઠા અને ભવિષ્યના સપનાનું પ્રતિબિંબ છે.

1 thought on “ગમે તેટલા ઝાડૂં ફૂંકાવી લે, જનતા ફરીથી ભરોસો નહીં કરે! મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

  1. Rahul & his ilk have been goading and taunting PM Modi for a long time now, not to mention insulting. Shri Krishna ignored a hundred of these kind of utterances. Then He slayed the offender. Well, PM Modi has not gone to the extent of Shri Krishna, but have emphatically put the Congress cabal in its place. Let the dogs bark, elephant walks unperturbed.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.