PM મોદીના ભાષણના મોટાભાઈએ કર્યા વખાણ, જાણો શું કહ્યું અમિત શાહે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

75મા સ્વતંત્ર દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ભાષણની ગૃહ પ્રધાન અમિત શાહે પ્રશંશા કરી છે. અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું હતું કે, લાલ કિલ્લા પર પીએમ મોદીએ આપેલું ભાષણ દરેક ભારતીયએ સાંભળવું જોઈએ. સ્વર્ણિમ ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાની પ્રેરણા મળે છે. મોદીજીએ દેશની સમૃદ્ધિ માટે દરેક ભારતીય પાસેથી વિકાસમાં અડચણરૂપ પડકારો સામે એક થઈને લડવાની અપીલ કરી છે. આઝાદીના અમૃતકાળ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર પાંચ પ્રતિજ્ઞા લેવાની અપીલ કરી હતી, જેમાં વિકસિત ભારત, ગુલામીના દરેક અંશથી મુક્તિ, વારસા પર ગર્વ, એકતા અને નાગરિકોની ફરજ. આપણે આગામી 25 વર્ષ સુધી સ્વતંત્ર સેનાનીઓના આઝાદ ભારતના સ્વપ્નને પૂરું કરવામાં પોતપોતાનું યોગદાન આપવું જોઈએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.