પાકિસ્તાની બહેને પીએમ મોદીને મોકલી રાખડી! પત્ર લખીને આપી અઢળક શુભેચ્છાઓ, વાંચીને તમે પણ થઈ જશો ખુશ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પીએમ મોદી (PM Narendra Modi) માટે તેની પાકિસ્તાની બહેન કમર મોહસિન શેખ (Qamar Mohsin Shaikh) એ તેમના માટે રાખડી મોકલી છે. આ સાથે તેમણે વર્ષ 2024માં થનારી ચૂંટણી માટે પણ શુભેચ્છાઓ આપી છે. શેખે કહ્યું છે કે આ વખતે મને આશા છે કે હું પીએમ મોદીને મળી શકીશ. તેઓ મને જરૂર બોલાવશે. મેં તમામ તૈયારીઓ કરી લીધી છે.

પીએમ મોદી માટે મેં પોતે રાખડી બનાવી છે. મેં તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે કામના કરી છે. તેઓ આવી જ રીતે સારા કામો કરતાં રહે એવી મારી દુઆ છે. તેઓ ફરીથી વડા પ્રધાન બને તેમાં કોઈ સંદેહ નથી, કારણ કે તેઓ હકદાર છે.
શેખે ગયા વર્ષે પણ રક્ષાબંધનના અવસરે રાખડી અને કાર્ડ મોકલ્યું હતું. નોંધનીય છે કે શેખ છેલ્લાં 20-25 વર્ષથી મોદીને રાખડી બાંધી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.