દલાઈ લામાનો 87માં જન્મદિવસ: PM મોદીએ ફોન કરી શુભેચ્છા આપી, રિચાર્ડ ગેરે અને હિમાચલના સીએમ ઉજવણીમાં જોડાયા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દલાઈ લામાનો 87માં જન્મદિવસ: PM મોદીએ ફોન કરી શુભેચ્છા આપી, રિચાર્ડ ગેરે અને હિમાચલના સીએમ ઉજવણીમાં જોડાયા
આજે 14મા દલાઈ લામાનો જન્મ દિવસ છે. આ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ વિદેશના અનેક મહાનુભાવોએ તેમને શુભેચ્છા આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેમના જન્મદિવસ પર પવિત્ર 14મા દલાઈ લામાને ફોન કર્યો અને તિબેટના આધ્યાત્મિક નેતાને શુભેચ્છાઓ આપી હતી. 6 જુલાઈ, 1935ના રોજ જન્મેલા દલાઈ લામા બુધવારે 87 વર્ષના થયા. એક ટ્વિટમાં, વડા પ્રધાને લખ્યું: “આજે અગાઉ ફોન પર પરમ પવિત્ર દલાઈલામાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. અમે તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ.”

Conveyed 87th birthday greetings to His Holiness the @DalaiLama over phone earlier today. We pray for his long life and good health.

— Narendra Modi (@narendramodi) July 6, 2022

“>

દલાઈ લામાનો 87મો જન્મદિવસ હિમાચલ પ્રદેશના ધરમશાલા શહેરમાં મુખ્ય બૌદ્ધ મંદિર સુગ્લાગખાંગ ખાતે ઉજવવામાં આવ્યો હતો, જ્યાં મુખ્ય મહેમાન તરીકે મુખ્ય પ્રધાન જયરામ ઠાકુર વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. સેંકડો તિબેટિયનો જેમાં સાધુઓ, સાધ્વીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને વિદેશી સમર્થકો દલાઇ લામાના જન્મદિવસની ઉજવણીમાં સામેલ થયા હતા. હોલિવૂડ એક્ટર રિચર્ડ ગેરેએ પણ ઉજવણીમાં ભાગ લીધો હતો.

#WATCH | Himachal: 87th birthday of Dalai Lama being celebrated in Dharamshala. Hollywood actor Richard Gere also participated in celebrations organised by Central Tibetan Admn of Tibetan govt in-exile,at main Buddhist temple, Tsuglagkhang. CM Thakur joined via video conferencing pic.twitter.com/Hwre6Gj0yF

— ANI (@ANI) July 6, 2022

“>

ઓડિશાના સીએમ નવીન પટનાયક, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, કેન્દ્રીય કાયદા પ્રધાન કિરન રિજિજુ, અરૂણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુ સહિત અનેક મહાનુભાવોએ તેમને જન્મદિવસની શુભેચ્છા આપી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.