હૈદરાબાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૮ એપ્રિલના રોજ હૈદરાબાદની મુલાકાત લેશે અને અનેક માળખાકીય પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, એમ કેન્દ્રીય પ્રવાસન પ્રધાન જી કિશન રેડ્ડીએ શનિવારે જણાવ્યું હતું.
મુલાકાત દરમિયાન મોદી હૈદરાબાદ અને તિરુપતિ વચ્ચે વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. આંધ્ર પ્રદેશને આ બીજી વંદે ભારત ટ્રેનની ભેટ મળી રહી છે, જેને માટે સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર ઉદઘાટન કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રેડ્ડીએ કહ્યું કે આ ટ્રેન હૈદરાબાદ અને તીર્થસ્થાન તિરુપતિ વચ્ચે મુસાફરી કરનારાઓને સીમલેસ સેવાઓ પૂરી પાડશે અને ટ્રેન માટે પીએમનો આભાર માન્યો હતો. હૈદરાબાદ અને તિરુપતિ વચ્ચેની મોટાભાગની ટ્રેનો ૧૧ કલાકથી વધુ સમય લે છે, જયારે વંદે ભારત ટ્રેન નવ કલાકથી ઓછા સમયમાં મુસાફરી પૂર્ણ કરવાની ધારણા છે. (પીટીઆઈ)