મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે અને તેમના સ્વાગત માટે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા. હવે કોઈ પણ ક્ષણે વડાપ્રધાન મોદી તેમના કાફલા સાથે મુંબઈના સીએસએમટી રેલવે સ્ટેશન પર પહોંચશે.
દરમિયાન સીએસએમટી રેલવે સ્ટેશન પર આતુરતાપૂર્વક તેમની રાહ જોવાઈ રહી છે અને સ્ટેશન પર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખીનીય છે કે 22 દિવસમાં પીએમ મોદી બીજી વખત મુંબઈની મુલાકાતે આવ્યા છે. આ પહેલાં તેઓ 19મી જાન્યુઆરીના મુંબઈના બીકેસી ખાતે આવ્યા હતા.
આજે સાંજે છ વાગ્યા સુધી વડા પ્રધાન મોદી મુંબઈમાં જ રહેશે, એવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ-શિરડી સાઈંનગર અને મુંબઈ-સોલાપુર એમ બે સેમી હાઈ સ્પીડ ટ્રેનને લીલી ઝંડી દેખાડવાના છે.
કોઈ પણ ક્ષણે સીએસએમટી રેલવે સ્ટેશન પહોંચશે પીએમ મોદી
RELATED ARTICLES