મુંબઈઃ મધ્ય રેલવેના સીએસએમટી રેલવે સ્ટેશન પર સીએસએમટી-શિરડી, સીએસએમટી-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો મુંબઈના મરોલ વિસ્તારમાં પહોંચ્યો હતો. પીએમ મોદી મરોલમાં સૈફી એકેડેમી કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું.
સીએસએમટીથી નીકળેલો પીએમનો કાફલો સીધો અંધેરી ઈસ્ટમાં આવેલા મરોલ ખાતે પહોંચ્યો હતો જ્યાં મદ્રાસ બેન્દ્ર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મદ્રાસ બેન્ડમાં યુવકોના હાથમાં જે પણ વાદ્યો જોવા મળ્યા હતા એ વાદ્યો ખાસ ચેન્નઈ અને મદ્રાસથી મંગાવવામાં આવ્યા હતા. યુવાનોએ આ વાદ્યો વગાડીને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. આ સમયે પીએમ મોદી સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા.
અંધેરીના મરોળ ખાતે બોહરા મુસલમાન સંપ્રદાયના સૈફી એકેડેમી કેમ્પસનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કેમ્પસને અલ જામિયા તૌસ સફિયા સમુદાય તરીકે પણ ઓળખવામાં આવે છે.