વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત લથડતા તેમને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલ તેમની તબિયત સુધારા પર હોવાનું હોસ્પીટલના સુત્રો એ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરાબાને મળવા દિલ્હીથી અમદાવાદ માટે રવાના થઈ ગયા છે. PM મોદી આવવાના સમાચાર મળતા હોસ્પિટલ અને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.
રાહુલ ગાંધીએ હીરાબાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતા ટ્વીટ કર્યું છે કે, ‘માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ શાશ્વત અને અનમોલ છે. મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું છું કે આપના માતા જલ્દી સ્વસ્થ થઈ જાય.’
एक मां और बेटे के बीच का प्यार अनन्त और अनमोल होता है।
मोदी जी, इस कठिन समय में मेरा प्यार और समर्थन आपके साथ है। मैं आशा करता हूं आपकी माताजी जल्द से जल्द स्वस्थ हो जाएं।
— Rahul Gandhi (@RahulGandhi) December 28, 2022
“>
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવવાના હોવાથી અમદાવાદ પોલીસ કમિશનરે તાત્કાલિક ધોરણે શહેરમાં બપોરે 2 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી નો ડ્રોન ફલાય ઝોન અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.
હિરાબાની તબિયત અંગે સમાચાર મળતાં જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, અમદાવાદના અસારવાનાં વિધાનસભ્ય દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર કિરીટ પરમાર અને દરિયાપુરના વિધાનસભ્ય કૌશિક જૈન યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યાં હતા.
યુ.એન.મહેતા હોસ્પીટલે સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન રિલીઝ કર્યું છે.
