PM મોદીએ સાબરડેરીના રૂ.1000 કરોડથી વધુના પ્લાન્ટ્સ લોકાર્પણ અને ઉદ્ઘાટન કર્યું, આવતી કાલે GIFT સીટીની મુલાકાત લેશે

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી પહોંચ્યા છે. અમદવાદ એરપોર્ટ પર મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ તેઓ હેલીકોપ્ટર મારફતે હિંમતનગરની સાબરડેરીએ આવી પહોંચ્યા હતા. વડાપ્રધાને સાબરડેરી પહોંચી 305 કરોડમાં તૈયાર થયેલા પાવડર પ્લાન્ટ અને 125 કરોડના ખર્ચે તૈયાર થયેલ ટ્રેટાપેક પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ કાર્યક્રમ બાદ વડાપ્રધાને સાબરડેરીના પ્લાન્ટ અને મશીનરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાને પાંચ એકરમાં રૂ.600 કરોડના ખર્ચે આકાર પામનારા ચીઝ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યુ હતું.

અમદવાદ એરપોર્ટ પર મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે PM મોદીનું સ્વાગત કર્યું હતું

વડાપ્રધાન પાવડર પ્લાન્ટના કોન્ફરન્સ હોલ ખાતે સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની પશુપાલન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર 20 મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. તો ત્રણ સુકન્યા બાળકીઓનું, પાચ પશુપાલકોનું સન્માન કરવામાં કરવામાં આવ્યું હતું. સભામાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા.

વાદ્પ્રધાને લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે જ્યારે સાબર ડેરીની વાત આવે અને ભૂરાભાઈની યાદ ન આવે તો વાત અધૂરી રહી જાય. ભૂરાભાઈ પટેલે દશકો પહેલા જે પ્રયાસ શરૂ કર્યો હતો, એ આજે લાખો લોકોનું જીવન બદલવામાં મદદ કરી રહ્યો છે. સાબરકાંઠામાં કદાચ કોઈક જ એવો ભાગ હશે જ્યાં મારું જવાનું ન થયું હોય. હું આવું એટલે ઈડર વડાલી ખેડ ના અવાજમારા કાનમાં ગુંજે છે.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આજે ડેરી ઉદ્યોગ એક લાખ કરોડે પહોંચ્યો છે. આજે મહિલાઓ દુધ-મંડળીઓ ચલાવી રહી છે, મધનું ઉત્પાદન બમણું થયું છે. ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટેના પ્રયાસો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા 3 કરોડથી વધારે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યાં છે.

“>

ત્યારબાદ, પ્રધાનમંત્રી ચેન્નાઈ જશે અને લગભગ 6 વાગ્યે ચેન્નાઈના JLN ઈન્ડોર સ્ટેડિયમ ખાતે 44મા ચેસ ઓલિમ્પિયાડની ઘોષણા કરશે.
આવતી કાલે 29મી જુલાઈએ તેઓ ફરી ગુજરાત આવી ગાંધીનગર ખાતેના ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. વડાપ્રધાન ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો (IFSCs)માં નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓના વિકાસ અને નિયમન માટે એકીકૃત નિયમનકાર, આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો ઓથોરિટી (IFSCA)ના મુખ્યાલયની ઇમારતનો શિલાન્યાસ કરશે. આ બિલ્ડીંગને આઇકોનિક સ્ટ્રક્ચર તરીકે પરિકલ્પના કરવામાં આવી છે, જે અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર તરીકે GIFT-IFSCની વધતી જતી વિશેષતા અને કદને પ્રતિબિંબિત કરે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.