મિત્રતાની મિસાલઃ પીએમ મોદી જાપાનના નેતા શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા જાપાન જશે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકે છે. આબેના અંતિમ સંસ્કાર 27 સપ્ટેમ્બરે સરકારી સન્માન સાથે કરવામાં આવશે. આ સમારોહ ટોક્યોના કિતાનોમારુ નેશનલ ગાર્ડનમાં નિપ્પોન બુડોકન એરેના ખાતે યોજાશે.
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે સાથે પીએમ મોદીના ગાઢ સંબંધ હતા. આ મુલાકાત દરમિયાન મોદી જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાને મળશે. આબેના અંતિમ સંસ્કાર ટોક્યોમાં થવાના છે. બીજા વિશ્વયુદ્ધ પછી ભૂતપૂર્વ વડા પ્રધાનની આ બીજી સરકારી અંતિમવિધિ છે. અગાઉ 1967 માં, શિગેરુ યોશિદા માટે રાજ્યના અંતિમ સંસ્કાર યોજવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે 8 જુલાઈના રોજ જાપાનના શહેર નારામાં પ્રચાર ભાષણ દરમિયાન આબે પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમની હાલત નાજુક બનતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવતા રસ્તામાં તેમનું અવસાન થયું હતું. આબેની હત્યા બાદ પીએમ મોદીએ ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો. પીએમ મોદીએ “માય ફ્રેન્ડ, અબે સાન” નામનો બ્લોગ પણ લખ્યો હતો.
“આબેના નિધનથી, જાપાન અને વિશ્વએ એક મહાન સ્વપ્નદ્રષ્ટા ગુમાવ્યા છે. અને, મેં એક પ્રિય મિત્ર ગુમાવ્યો છે,” એમ પીએમ મોદીએ કહ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.