Homeદેશ વિદેશબેંગલોરમાં નવા ટર્મિનલનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, તસવીરો જોઈને તમને પણ વિઝિટ...

બેંગલોરમાં નવા ટર્મિનલનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, તસવીરો જોઈને તમને પણ વિઝિટ કરવાનું થશે મન

દક્ષિણ ભારતવાસીઓને આપી સૌથી પહેલી સેમી હાઈ સ્પીડ ટ્રેનની ભેટ

PM નરેન્દ્ર મોદીએ બેંગલોરમાં નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત, દક્ષિણ ભારતને સૌથી પહેલી સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ પણ આપી હતી. ૫,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવેલા આધુનિક ટર્મિનલનું વડા પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

શુક્રવારથી બે દિવસીય દક્ષિણ ભારતની મુલાકાત વખતે સવારમાં સૌથી પહેલા બેંગલોર પહોંચ્યા હતા. બેંગલોરમાં વડા પ્રધાને કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ ટૂનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ટર્મિનલ ઈકોફ્રેન્ડલી ટેક્નિકથી બનાવવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અલબત્ત, આ ટર્મિનલને ‘ટર્મિનલ ઈન અ ગ્રીન’ની ઉપમા આપવામાં આવી છે. આ ટર્મિનલની વર્ષે અઢી કરોડ પ્રવાસીને સર્વિસ પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. આ ટર્મિનલનું ૫,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વડા પ્રધાને બેંગલોર રેલવે સ્ટેશને પહોંચીને મૈસુર-ચેન્નઈ વંદે ભારત એક્સપ્રેસની સાથે ગૌરવ કાશી દર્શન ટ્રેનને લીલી ઝંડી આપી હતી. મૈસુર-ચેન્નઈ વંદે ભારત એક્સપ્રેસ દેશની પાંચમી અને દક્ષિણ ભારતની સૌથી પહેલી ટ્રેન છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

 

RELATED ARTICLES

Most Popular