નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે રાજસ્થાનના દૌસા પહોંચ્યા હતા અને તેમને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના સોહના-દૌસા સેક્શન (પહેલા તબક્કા)નું ઉદ્ઘાટન કર્યું હતું અને એ વખતે મોદીએ કહ્યું હતું કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના પહેલા તબક્કાને રાષ્ટ્રને સમર્પિત કરતા કહ્યું હતું કે મને ગૌરવ થાય છે. આ દેશનો સૌથી મોટો અને સૌથી આધુનિક એક્સપ્રેસવે છે. આ વિકસિત ભારતની વધુ ભવ્ય તસવીર છે. હું દૌસાવાસીઓને બહુ અભિનંદન આપું છું.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર એ રાજસ્થાન અને દેશની પ્રગતિના બે મજબૂત સ્તંભ છે. એટલું જ નહીં, આ પ્રોજેક્ટસ આગામી સમયમાં રાજસ્થાન સહિત સમગ્ર દેશની તસવીર બદલવાનું કામ કરશે. અહીંના કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું હતું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે તો દેશને મજબૂતાઈ મળશે અને એ સપનાને સાકાર કરતા જ આ એક્સપ્રેસવેનું નિર્માણ કર્યું છે. હું આશા રાખું છું કે 2024 સુધીમાં ભારતમાં રસ્તાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમેરિકાની માફક નિર્માણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ એક્સ્પ્રેસ વે છ રાજ્ય (દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર)માંથી પસાર થઈને કોટા, ઈન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરત વગેરે શહેરને જોડશે. અહીં એ જણાવવાનું કે 246 કિલોમીટર લાંબા (દિલ્હી-દૌસા-લાલસોટ સેક્શન)નું 12,150 કરોડ રુપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. આ હાઈવે શરુ કરવાની સાથે દિલ્હીથી જયપુરનો ટ્રાવેલ ટાઈમ પાંચ કલાકથી ઘટીને ત્રણ કલાક થશે, જેના નિર્માણથી અહીંના આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે.
પીએમઓ (વડા પ્રધાન કચેરી)ના અહેવાલ અનુસાર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે 1,386 કિલોમીટરની લંબાઈની સાથે આ હાઈવે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે. આ એક્સપ્રેસવે દિલ્હી અને મુંબઈની વચ્ચેનું અંતર (ટ્રાવેલ ટાઈમ) 24 કલાકથી ઘટીને 12 કલાક કરશે.
Delhi Mumbai ExpressWay: ‘વિકસિત ભારતની ભવ્ય તસવીર’ પીએમ મોદીએ કર્યું દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન
RELATED ARTICLES