PM મોદીએ કર્યું નવા સંસદ ભવનના અશોક સ્તંભનું અનાવરણ, આ છે ખાસિયત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવનનું બાંધકામ કરી રહેલા વર્કરોની મુલાકાત કરી હતી. એ પછી એમણે સંસદ ભવવની ઉપર તૈયાર કરવામાં આવેલા રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભનું અનાવરણ કર્યું હતું.

 

YouTube player

 

રાષ્ટ્રીય પ્રતિક 9500 કિ.ગ્રા.ના કુલ વજન સાથે કાંસ્યનું બનેલુ છે. રાષ્ટ્રીય પ્રતિક જોવામાં ખૂબ વિશાળ છે અને તેની ઊંચાઇ 6.5 મીટર છે. આ વિશાળ પ્રતિકને સહારો આપવા માટે તેની આસપાસ આશરે 6,500 કિ.ગ્રા. સ્ટીલની સંરચનાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

સંસદ ભવન ઉપર અશોક સ્તંભના નિર્માણનું કામ આઠ તબક્કામાં પૂરું કરવામાં આવ્યું છે. આમાં માટીનું મોડલ તૈયાર કરવાથી લઇને કોમ્પ્યુટર ગ્રાફિક્સ તૈયાર કરવી અને કાંસ્ય નિર્મિત આકૃતિને પોલિશ કરવાનું સામેલ છે. આ કામ 2000થી વધુ વર્કર્સે મળીને કર્યું છે. લગભગ એક હજાર કરોડના ખર્ચે આનું નિર્માણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગભગ બે વર્ષ પહેલા નવી ઈમારતનો શિલાન્યાસ કર્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.