Homeઆપણું ગુજરાતPM મોદીએ અરુણાચલમાં એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું, કહ્યું- અટકાવો, લટકાવો અને ભટકાવવાનો સમય...

PM મોદીએ અરુણાચલમાં એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું, કહ્યું- અટકાવો, લટકાવો અને ભટકાવવાનો સમય ગયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે અરુણાચલ પ્રદેશ પહોંચ્યા હતા. રાજધાની ઇટાનગરમાં તેમણે ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. આ રાજ્યનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે. આ સિવાય પીએમએ 600 મેગાવોટનું હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું.
આ દરમિયાન કેન્દ્રીયપ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે અમારા રાજ્યની રાજધાનીમાં એરપોર્ટ હોય તે અમારું સપનું હતું. આજે પીએમ મોદીના પ્રયાસોથી તે સપનું સાકાર થયું છે. તેમણે આ એરપોર્ટના નિર્માણ માટે વિશેષ નિર્દેશો આપ્યા હતા.

“>

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાનગરમાં લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે અમે નવું વર્ક કલ્ચર લાવ્યા છીએ, જેમાં અમે જે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરીએ છીએ એનું ઉદ્ઘાટન પણ અમે જ કરીએ છીએ. આ એરપોર્ટનો શિલાન્યાસ ફેબ્રુઆરી 2019માં કરવામાં આવ્યો હતો અને મને આ સૌભાગ્ય મળ્યું હતું. અટકાવો, લટકાવો અને ભટકાવવાનો સમય ગયો.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે જ્યારે પણ હું અરુણાચલ આવું છું ત્યારે હું મારી સાથે એક નવો જોશ, ઉર્જા અને ઉત્સાહ લઈને આવું છું. અરુણાચલના લોકોના ચહેરા પર ક્યારેય ઉદાસીનતા અને નિરાશા નથી હોતી. શિસ્ત એટલે શું તે અહીં દરેક વ્યક્તિમાં અને ઘરમાં દેખાય છે. આજે દેશમાં જે સરકાર છે, તેની પ્રાથમિકતા દેશનો વિકાસ, દેશના લોકોનો વિકાસ છે. વર્ષના 365 દિવસ, 24 કલાક અમે દેશના વિકાસ માટે જ કામ કરીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular