Homeઆમચી મુંબઈPM મોદી અપાવશે મુંબઈગરાને ટ્રાફિકજામમાંથી મુક્તિ?

PM મોદી અપાવશે મુંબઈગરાને ટ્રાફિકજામમાંથી મુક્તિ?

મુંબઈ: આવતી કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં સીએસએમટી ખાતે મુંબઈ- સોલાપુર અને મુંબઈ શિરડી એમ બે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી દેખાડવાના છે અને આ બધા વચ્ચે એવા સમાચાર પણ આવી રહ્યા છે કે કદાચ પીએમ મોદી સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડના વિસ્તારિત પ્રોજેક્ટના બે માર્ગ કે જે બંધાઈને તૈયાર થઇ ગયા છે, તેનું પણ ઉદ્ઘાટન કરીને મુંબઈગરાઓને ટ્રાફિક જામમાંથી મુક્તિ અપાવશે.

કાલિનાથી કુર્લા અને કુર્લાથી બીકેસીનો આ બે ફ્લાયઓવર સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડના વિસ્તારિત પ્રોજેક્ટનો એક ભાગ છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૦મી ફેબ્રુઆરી, શુક્રવારે મુંબઈમાં આવી રહ્યા છે. તેમના હસ્તે આ બંને ફ્લાયઓવરનું ઉદ્ઘાટન થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ પરના ટ્રાફિક જામને હળવો કરવા માટે એમએમઆરડીએએ વિવિધ ફ્લાયઓવરને ઊભા કર્યા છે. એ પૈકી મહત્ત્વનો ફ્લાયઓવર એટલે છેડાનગર જંક્શન ખાતે હાલના અમરમહલ ફ્લાયઓવરની નજીકથી જવાનો છે. જોકે એ પહેલાં કુર્લા વિસ્તારમાં આવેલા બીકેસી અને કાલિનાને જોડનારો ફ્લાયઓવર બાંધવામાં આવ્યો છે.

કાલિના નજીક આર્મી વાઈવ્ઝ વેલફેર એસોસિયેશનની ડાયમંડ હોસ્ટેલથી આ ફ્લાયઓવર શરૂ થવાનો છે અને તેને કાપડિયાનગર (કુર્લા પશ્ર્ચિમ) જોડવામાં આવશે. અઢી કિલોમીટર લંબાઈ ધરાવતો આ ફ્લાયઓવર બંધાઇને તૈયાર છે.

બીજો ફ્લાયઓવર કુર્લાથી એમટીએનએલ એક્સચેંજ, બીકેસી છે. આ ફ્લાયઓવરને સીધો સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ સાથે સંબંધ નથી, પણ આ ૧.૧ કિમી લબાઈ ધરાવતા ફ્લાયઓવરને કારણે સાંતાક્રુઝ-ચેમ્બુર રોડ પરનો ટ્રાફિક ચોક્કસ હળવો થશે. આ જ પ્રોજેક્ટમાં અન્ય એક ફ્લાયઓવર વાકોલાથી કાલિનાનો છે. જોકે હજી સુધી પૂરેપૂરી રીતે તૈયાર નથી. આ ફ્લાયઓવર પણ જૂન સુધીમાં ખુલ્લો મુકાય એવી શક્યતા છે.

બંને ફ્લાયઓવરનું કામ પૂરું થઇ ગયું હોવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મુંબઈ આવી રહ્યા છે અને તેમના હસ્તે જ આ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન થાય એવી પૂરેપૂરી શક્યતા છે. આ સંદર્ભે બે દિવસ પહેલાં જ એમએમઆરડીએની મહત્ત્વની બેઠક પણ થઇ હોવાનું જાણવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular