Homeટોપ ન્યૂઝઆવતીકાલે પીએમ મોદી નાગાલેન્ડમાં, વિધાનસભાની ચૂંટણીમાં જિત નિશ્ચિત કરવાની સ્ટ્રેટેજી

આવતીકાલે પીએમ મોદી નાગાલેન્ડમાં, વિધાનસભાની ચૂંટણીમાં જિત નિશ્ચિત કરવાની સ્ટ્રેટેજી

નવી દિલ્હીઃ નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને આવતીકાલે એટલે કે 24મી ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દીમાપુર જિલ્લાના ચુમુકેડીમામાં રેલી કરશે.
સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર ભાજપના ટોચના નેતાઓએ ગુરુવારે આ બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે નાગાલેન્ડના દીમાપુર જિલ્લામાં આવેલા ચુમુકેડીમામાં એક રેલી કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે નાગાલેન્ડમાં 27મી ફેબ્રુઆરીએ વિધાન સભાની ચૂંટણી માટે મતદાન થશે. પીએમ મોદી ભાજપ-એનડીપીપીની રેલીને સંબોધન કરશે. આ બંને પાર્ટીઓએ ચૂંટણી પહેલાં ગઠબંધન કર્યું હતું.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પીએમ મોદીની નાગાલેન્ડ મુલાકાત અંગે જાહેરાત કરી હતી. આ સાથે સરમાએ જણાવ્યું હતું કે ભાજપના મહત્વના નેતાઓનો ચૂંટણી પ્રવાસ નાગાલેન્ડના ભવિષ્ય અને ADPP સાથેના તેના સંબંધો માટે પાર્ટી પ્રત્યેની ચિંતા પ્રદર્શિત કરે છે.
તમારી જાણ માટે કે છેલ્લાં એક અઠવાડિયાથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નાગાલેન્ડમાં ભાજપની રેલીઓને સંબોધિત કરી છે. ભાજપ-એનડીપી ગઠબંધન રાજ્યની તમામ 60 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular