Homeઆમચી મુંબઈવડા પ્રધાન મોદીજીના આગમન પહેલાં જ થઈ આ દુર્ઘટના...

વડા પ્રધાન મોદીજીના આગમન પહેલાં જ થઈ આ દુર્ઘટના…

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીનું આગમન મુંબઈમાં થઈ ચૂક્યું છે અને તેમના હસ્તે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવશે અને સાંજે બીકેસી ખાતે તેઓ જાહેર સભામાં હાજરી આપશે, પણ એ પહેલાં જ કાર્યક્રમના સ્થળ નજીક નાનકડો અકસ્માત સર્જાયો હતો.સદ્ભાગ્યે આ અકસ્માતમાં કોઈને ઈજા નહોતી પહોંચી. બીકેસીમાં મોદીજીના સ્વાગત માટે ભવ્યાતિભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે, સજાવટ કરવામાં આવી છે. પણ આ સજાવટમાંની જ એક કમાન કાર્યક્રમ પહેલાં પડી ગઈ હતી. સદ્ભાગ્યે આ દુર્ઘટનામાં કોઈને ઈજા નહોતી પહોંચી. પોલીસ અને કાર્યકર્તાઓએ મળીને આ કમાનને દૂર કરી દીધી હતી. વડા પ્રધાનમોદીજી આજે મુંબઈમાં છે અને તેમના હસ્તે મેટ્રો સાતનું ઉદ્ઘાટન કરવામાં આવશે. પણ મોદીના સ્વાગત પહેલાં જ તેમના સ્વાગત માટે બનાવવામાં આવેલી કમાન તૂટી પડી હતી. આ કાર્યક્રમ માટે છેલ્લાં એક અઠવાડિયાથી શિંદે અને ફડણવીસ સરકારે ખૂબ જ જોરશોરથી તૈયારીઓ શરુ કરી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular