મોદીએ અષાઢી એકાદશીની આપી શુભેચ્છાઓ, આત્માસ્થાનંદની 100મી જન્મજયંતિએ સમજાવ્યો સન્યાસનો અર્થ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પીએમ મોદીએ લોકોને અષાઢી એકાદશીની શુભેચ્છાઓ આપી હતી. ખાસ કરીને મહારાષ્ટ્રમાં ભગવાન વિઠ્ઠલના ઉપાસર પૂરી શ્રદ્ધા સાથે આ દિવસને ઉજવે છે. તેમણે ટ્વીટરના માધ્યમથી શુભેચ્છા આપવાની સાથે પોતાના રેડિયો કાર્યક્રમ મનકી બાતમાં મહારાષ્ટ્રના પંઢરપુરની વારકરી પરંપરા અને દિવ્યતાની વાત કરી હતી તે ક્લિપ પણ શેર કરી હતી.

આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે સ્વામી આત્માસ્થાનંદની 100મી જન્મ જયંતી નિમિત્તે કહ્યું હતું કે, આજનો દિવસ મારા માટે વ્યક્તિગતરૂપે ભાવના અને સ્મૃતિઓથી ભરેલો છે. સ્વામી આત્માસ્થાનંદે શતાયુ જીવનથી ખૂબ જ નજીક આવ્યા હતાં ત્યારે તેમણે દેહત્યાગ કર્યો હતો. મને હંમેશા તેમના આશીર્વાદ મળ્યા છે. આ મારું સૌભાગ્ય છે કે તેમના છેલ્લા સમય સુધી હું તેમના સંપર્કમાં રહ્યો. સ્વામી આત્માસ્થાનંદજીને શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય પૂજ્ય સ્વામી વિજનાનંદજીએ દિક્ષા અપાવી હતી. આપણા દેશમાં સન્યાસની મહાન પરંપરા રહી છે. સન્યાસી માટે જીવ સેવા એ પ્રભુ સેવા અને જીવમાં શિવ જોવા એ જ સર્વોપરિ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.