પીએમ મોદીએ બંગાળની પહેલી વંદે ભારત ટ્રેનને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી આપી
વડા પ્રધાને ગુજરાતના અમદાવાદમાં તેમની શતાબ્દી માતા હીરાબેનના અંતિમ સંસ્કાર કર્યા પછી તરત જ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના લોકાર્પણ સમારોહમાં હાજરી આપી હતી. તેમણે આજે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની હાજરીમાં બંગાળના હાવડા અને ન્યુ જલપાઈગુડીને જોડતી વંદે ભારત એક્સપ્રેસને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલ સીવી આનંદ બોઝ અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર હતા. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હાવડા અને ન્યુ જલપાઈગુડીને જોડશે, જે ઉત્તરપૂર્વના પ્રવેશદ્વાર છે.
<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Railway and metro projects being launched in West Bengal will improve connectivity and further 'Ease of Living' for the people. <a href=”https://t.co/Z0Hec08qh5″>https://t.co/Z0Hec08qh5</a></p>— Narendra Modi (@narendramodi) <a href=”https://twitter.com/narendramodi/status/1608711589212962818?ref_src=twsrc%5Etfw”>December 30, 2022</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>
આ ટ્રેનના ફ્લેગ ઑફ પ્રસંગે બોલતા મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ભારતીય રેલ્વેના આધુનિકીકરણ માટે રેકોર્ડ રોકાણ કરી રહી છે. “હવે ભારતમાં વંદે ભારત એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ, હમસફર એક્સપ્રેસ જેવી આધુનિક ટ્રેનો બનાવવામાં આવી રહી છે. આગામી 8 વર્ષમાં, તમે રેલવેને આધુનિકીકરણની નવી સફરમાં જોશો.”
વડા પ્રધાન મોદી વંદે ભારતએક્સપ્રેસના ફ્લેગ ઓફ સમારોહ માટે પશ્ચિમ બંગાળ જવાના હતા, પરંતુ શુક્રવારે સવારે માતાનું નિધન થતાં તેમના અંતિમસંસ્કાર માટે તેમણે ગાંધીનગર રોકાવું પડ્યું હતું. મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પશ્ચિમ બંગાળમાં વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોલકાતા મેટ્રોની પર્પલ લાઇનના જોકા-તરતાલા સ્ટ્રેચનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી હાજર રહ્યા હતા. મમતા બેનરજીએ પણ પીએમ મોદીના માતાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને મોદીને થોડો આરામ કરવાની સલાહ આપી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બ્લુ-એન્ડ-વ્હાઈટ ટ્રેન, જે 7.45 કલાકમાં 564 કિમીનું અંતર કાપે છે, તે રૂટ પરની અન્ય ટ્રેનોની તુલનામાં ત્રણ કલાકનો મુસાફરીનો સમય બચાવશે. તેના બારસોઈ, માલદા અને બોલપુર ખાતે સ્ટોપેજ હશે. આધુનિક પેસેન્જર સુવિધાઓ સાથે વંદે ભારત એક્સપ્રેસને નિયમિત મુસાફરો, ચા ઉદ્યોગના અધિકારીઓ અને ઉત્તર બંગાળ અને સિક્કિમમાં હિમાલયની મુસાફરી કરતા પ્રવાસીઓ બંને દ્વારા પસંદ કરવામાં આવે તેવી શક્યતા છે. આ અત્યાધુનિક ટ્રેનમાં ડ્રાઇવરો માટે બે સહિત 16 કોચ છે.