Homeટોપ ન્યૂઝPM મોદીએ 'નાટુ નાટુ' અને 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ'ની ટીમને ઓસ્કાર જીતવા બદલ...

PM મોદીએ ‘નાટુ નાટુ’ અને ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ની ટીમને ઓસ્કાર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

95માં એકેડમી એવોર્ડ્સમાં ભારતને 2 એવોર્ડસ મળ્યા છે. ‘દ એલિફેન્ટ વિસ્પરર્સ’ ને બેસ્ટ ડૉક્યુમેંટ્રી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઑસ્કર મળ્યો જયારે RRR ફિલ્મના ગીત નાટુ નાટુને બેસ્ટ ઓરીજીનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર મળ્યો છે. પીએમ મોદીએ ‘નાટુ નાટુ’ અને ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ને ઓસ્કાર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘નાટુ નાટુ’ અને ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ની ઓસ્કાર જીત માટે ટીમને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ લખ્યું, ‘નાટુ નાટુ ની લોકપ્રિયતા વૈશ્વિક છે. આ એક એવું ગીત છે જે આવનારા વર્ષો સુધી યાદ રહેશે. @mmkeeravaani, @boselyricist અને સમગ્ર ટીમને આ પ્રતિષ્ઠિત સન્માન માટે અભિનંદન.”

“>

PM મોદીએ ધ એલિફન્ટ વ્હીસ્પર્સની ઓસ્કાર જીત માટે લખ્યું, “@EarthSpectrum, @guneeetm અને ‘The Elephant Whisperers’ ની સમગ્ર ટીમને આ સન્માન માટે અભિનંદન. તેમનું કાર્ય ટકાઉ વિકાસ અને પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાના મહત્વને પ્રકાશિત કરે છે.”

“>

દક્ષિણ ભારતીય એક્ટર વિજય દેવરકોંડાએ પણ ટ્વિટર પર ‘RRR’ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું, “બ્યુટીફૂલ #RRRMovie #NaatuNaatu India, ભારતીય સિનેમા માટે વધુ એક મોટું પગલું! તમે અમને બધાને ગૌરવ અપાવ્યું છે અને મોટા સપના જોવા પ્રેરિત કર્યા છે. જય હિન્દ!”

“>

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular