મુંબઈઃ વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ભૂમિપૂજન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી આજે મુંબઈમાં છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભાષણ આપ્યું હતું. આગામી અઢી વર્ષમાં મુંબઈ સંપૂર્ણપણે ખાડામુક્ત થશે એવો વિશ્વાસ વ્યક્ત કરીને શિંદેએ મુંબઈની કાયાપલટ થશે એવું જણાવ્યું હતું.
આ જ દરમિયાન શિંદેએ મોદીજીને પોતાની દાવોસમાં પોતાની સાથે થયેલો એક કિસ્સો સંભળાવ્યો હતો અને એ કિસ્સો સાંભળીને મોદીજી ખુદને હસતાં રોકી શક્યા નહોતા. આવો જોઈએ શું હતો એ કિસ્સો મુખ્ય પ્રધાન શિંદેના શબ્દોમાં-
દાવોસમાં અનેક દેશના લોકો આવ્યા હતા. હું ઘણા દેશના લોકોને મળ્યો તેમાંથી કેટલાક વડાપ્રધાન હતા કેટલા પ્રધાનો હતા અને એ બધા ફક્તને ફક્ત મોદીજી વિશે પુછતાં હતા. એક વડાપ્રધાન મને મળ્યા અને તેમણે મને કહ્યું કે તેઓ મોદીભક્ત છે અને તેમણે મારી સાથે ફોટો ક્લિક કર્યો. ફોટો ક્લિક કર્યા બાદ તેમણે મને કહ્યું કે આ ફોટો જોઈને મોદીજીને દેખાડજો… આ સિવાય ત્યાં જર્મની, સાઉદીના લોકો પણ મળ્યા એ લોકો મને પૂછી રહ્યા હતા કે તમે મોદીજી સાથે છો ને? મેં તેમને કહ્યું અમે એમના જ લોકો છીએ. આખી દુનિયા મોદી મેજિક હેઠળ આવી ગઈ છે અને જેને જુઓ તે બસ મોદીજીની જ વાતો કરે છે.
એકનાથ શિંદે જ્યારે પોતાની લાક્ષણિક અદામાં આ કિસ્સો મોદીજીને સંભળાવી રહ્યા હતા ત્યારે મંચ બેઠેલા મોદી પણ પોતાને હસતાં રોકી શક્યા નહોતા…