નવી દિલ્હીઃ દુનિયામાં કોરોના વાઈરસનો કહેર ફરી એક વખત વધી રહ્યો છે અને એક વખત નવા વેરિયન્ટ બીએફ.7ને કારણે લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ કેન્દ્ર સરકાર આ નવા વાઈરસને લઈને સતર્ક છે અને મહામારીના જોખમને ધ્યાનમાં લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ એક રિવ્યુ મીટિંગ બોલાવી હતી.
આ બેઠકમાં પીએમ મોદી સાથે ગૃહ ખાતાના પ્રધાન અમિત શાહ, આરોગ્ય ખાતાના પ્રધાન મનસુખ માંડવિયા, હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણ, આઈસીએમઆરના અધિકારી, સિવિલ એવિએશન ઓફિસર, નીતિ આયોગના વીકે પોલ અને અન્ય લોકો પણ હાજર છે. આ બેઠકમાં મહામારીને પહોંચી વળવા માટેની અત્યારની તૈયારીઓ અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી.
કેન્દ્ર સરકારે કોરોના વાઈરસના નવા વેરિયન્ટને રોકવા માટે વિદશેથી આવનારા પ્રવાસીઓ માટે ખાસ માર્ગદર્શિકા તૈયાર રી છે અને રેન્ડમ સેમ્પિલંગ શરુ કરી દેવામાં આવી છે. લોકોને ભીડભાડવાળા વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન કરીને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.