ટવિટર નિંરંતર અવનવા નિર્ણયોને લઈને ચર્ચામાં રહે છે ત્યારે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના ટવિટર એકાઉન્ટની બ્લુ ટિકને હટાવી દેવામાં આવી છે. આ બંને ટોચના નેતાના નામ આગળની બ્લુના બદલે ગ્રે ટિક રાખવામાં આવી છે. મોટા ભાગના રાજકારણીઓના ટવિટર એકાઉન્ટ પર બ્લુ ટિક જોવા મળી રહી છે, જે પૈકી રાહુલ ગાંધીના એકાઉન્ટ પર બ્લુ ટિક પણ જોવા મળતી નથી.
ટવિટરના માલિક ઈલોન મસ્ક બન્યા પછી તેમાં અનેક પ્રકારના પરિવર્તન કરવામાં આવી રહ્યા છે. ટવિટરે અગાઉ બ્લુ સબ્સક્રિપ્શન ફીચર રજૂ કર્યું હતું અને એના સિવાય લોકોના નામ આગળ જે ટિક રાખવામાં આવતી હતી, તેમાં ત્રણ રંગ રાખવામાં આવતા હતા. અગાઉ ફક્ત બ્લુ ટિક આપવામાં આવતી હતી, પરંતુ તેમાં ફેરફાર કરીને વડા પ્રધાન મોદીના એકાઉન્ટને બ્લુ ટિક હટાવીને હવે ગ્રે ટિક કરવામાં આવી છે. અમે વ્યવસાય માટે સત્તાવાર રીતે ગોલ્ડ લેબલ સાથે ફેરફાર કરીશું અને પછી અઠવાડિયામાં સરકાર અને બહુપક્ષીય ખાતાઓમાં ગ્રે ચેકમાર્ક રાખીશું, એમ કંપનીએ સ્પષ્ટતા કરી હતી.