ગુજરાતમાં ફરી ભાજપ સરકાર બનવા જઈ રહી છે. આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને રેકોર્ડબ્રેક જીત મળી છે. ભુપેન્દ્ર પટેલ ફરીથી મુખ્યપ્રધાન પદના સપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાતની જનતા અને ભાજપના કાર્યકર્તાઓનો અભાર વ્યક્ત કર્યો છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘આભાર ગુજરાત. ચૂંટણીના અભૂતપૂર્વ પરિણામો જોઈને હું લાગણીઓમાં વહી ગયો છું. લોકોએ વિકાસની રાજનીતિને આશીર્વાદ આપ્યા અને સાથે જ એવી ઈચ્છા વ્યક્ત કરી કે આ કાર્ય વધુ ગતિએ ચાલુ રહે. હું ગુજરાતની જનશક્તિને નમન કરું છું.’
તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે ‘ ગુજરાત ભાજપના તમામ મહેનતુ કાર્યકર્તાઓને હું કહેવા માંગુ છું કે તમે દરેક ચેમ્પિયન છો! આ ઐતિહાસિક જીત અમારા કાર્યકર્તાઓની અસાધારણ મહેનત વિના ક્યારેય શક્ય નથી, તેઓ અમારી પાર્ટીની વાસ્તવિક તાકાત છે.’
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, ‘ગુજરાતે રેવડી, તુષ્ટીકરણ અને ખોખલા વાયદાની રાજનીતિને ફગાવીને ભાજપને અભૂતપૂર્વ જનાદેશ આપ્યો છે. આ પ્રચંડ જીતે દેખાડી દીધું છે કે, દરેક વર્ગ પછી તે મહિલા હોય કે, યુવાન હોય કે પછી ખેડૂત તમામે દિલ ખોલીને ભાજપને સાથ આપ્યો છે.’
અમિત શાહે કહ્યું કે, ‘આ ઐતિહાસિક જીત પર ગુજરાતની જનતાને નમન કરુ છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મળેલી ભવ્ય જીત પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ અને આથાગ પરિશ્રમ કરનારા ગુજરાત ભાજપના તમામ કાર્યકર્તાઓને શુભકામનાઓ આપું છું.’
ગુજરાતમાં ભાજપની અભૂતપૂર્વ જીત અંગે શું કહ્યું PM મોદી અને અમિત શાહે?
RELATED ARTICLES