વડાપ્રધાનના સ્વાગત માટે ભાજપે સમગ્ર મુંબઈને બેનરો, મોદીના મોટા કટઆઉટ્સ અને ઝંડાઓથી શણગાર્યું છે. ઘાટકોપર-વર્સોવા મેટ્રો છેલ્લા કેટલાક સમયથી બંધ છે. નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમમાં 60 થી 75 હજાર લોકો હાજરી આપશે તેવો અંદાજ છે. આ વિસ્તારના તમામ રસ્તાઓ સાંજ સુધી વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. વડા પ્રધાનના સ્વાગત માટે મુંબઈ પોલીસ પણ આંખમાં તેલ નાખીને ઊભી છે.
પોલીસે બીકેસીમા આવેલી ઓફિસમાં ૧૨ વાગ્યે રજા આપી દેવાનો આદેશ આપ્યો હતો તેને પગલે ઑફિસ ખાલી હતી.
પોલીસે કર્મચારીઓ વિશે જ નહીં, અન્ય વિગતો અંગે પણ સાવચેતી રાખી છે. આ જ વિસ્તારમાં આવેલી કોર્પોરેટ બેંકના કર્મચારીનું તાજેતરમાં જ બિલ્ડિંગ પરથી પડી જવાથી મોત થયું હતું. પોલીસે સંબંધિતોને કેટલીક સૂચનાઓ પણ આપી છે કે બિલ્ડિંગની છત સુરક્ષિત છે એની ચોક્સાઈ કરવી. પત્રિકામાં કહેવામાં આવ્યું છે કે, કોઈને પણ છત પર જવાની મંજૂરી આપવી નહીં.
શું છે પોલીસ સૂચના:
કામ કરતા સુરક્ષા કર્મચારીઓની ચકાસણી કરવી અને કામ કરતા કોન્ટ્રાક્ટરો અને મજૂરોની યાદી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે.
સીસીટીવી સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે કે કેમ તે તપાસો, જો કોઈ શંકાસ્પદ વસ્તુ જણાય તો તરત જ પોલીસનો સંપર્ક કરો.
હેકિંગ જેવા સાયબર સુરક્ષા અંગેના કોઈપણ શંકાસ્પદ ઈ-મેઈલ અંગે પોલીસને જાણ કરો.પોલીસે કર્મચારીઓ વિશે જ નહીં, અન્ય વિગતો અંગે પણ સાવચેતી રાખી છે. આ જ વિસ્તારમાં આવેલી કોર્પોરેટ બેંકના કર્મચારીનું તાજેતરમાં જ બિલ્ડિંગ પરથી પડી જવાથી મોત થયું હતું. પોલીસે સંબંધિતોને કેટલીક સૂચનાઓ પણ આપી છે કે બિલ્ડિંગની છત સુરક્ષિત છે એની ચોક્સાઈ કરવી. પત્રિકામાં કહેવામાં આવ્યું છે કે, કોઈને પણ છત પર જવાની મંજૂરી આપવી નહીં.