પીએમ મોદીએ આપી પારસી નવા વર્ષની શુભકામના

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પારસી નવા વર્ષ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં, વડા પ્રધાને કહ્યું, “પારસી નવા વર્ષની શુભેચ્છાઓ. આવનારું વર્ષ આનંદ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યથી ભરેલું રહે. નવરોઝ મુબારક!”

“>

નોંધનીય છે કે પારસી સમુદાય શહેનશાહી કેલેન્ડરની તારીખો અનુસાર નવા વર્ષની ઉજવણી કરે છે. પારસી નવું વર્ષ જે નવરોઝ તરીકે જાણીતું છે, અને આ વર્ષે તે 17 ઓગસ્ટે ઉજવવામાં આવી રહ્યું છે. આ દિવસને પર્શિયાના સુપ્રસિદ્ધ રાજા જમશેદના નામ પરથી ‘જમશેદી નવરોઝ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પારસી નવા વર્ષની પૂર્વ સંધ્યાને પતેતી ઉજવવામાં આવે છે. આ દિવસે વ્યક્તિ પોતાના પાપો માટે પસ્તાવો કરે છે.

મુંબઇ સમાચાર તમામ પારસી ભાઇબહેનોને નવરોઝની મુબારકબાદ આપે છે. પારસી નવું વર્ષ સહુ માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય લઇને આવે એવી પ્રાર્થના.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.