ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક: પીએમ મોદીએ હૈદરાબાદને કહ્યું ‘ભાગ્યનગર’, કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહી દીધી આ વાત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હૈદરાબાદમાં આયોજિત ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ આ દરમિયાન હૈદરાબાદને ભાગ્યનગર કહ્યું હતું. મોદીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે ભાગ્યનગરમાં જ સરદાર પટેલે એક ભારત શ્રેષ્ઠ ભારતનો નારો આપ્યો હતો. ભારતને એકજૂટ કરવાનું અભિયાન ભાગ્યનગરથી જ સરદાર પટેલે શરૂ કર્યું હતું. હવે તેને આગળ લઇ જવાની જવાબદારી ભાજપની છે.
પીએમ મોદીએ અપ્રત્યક્ષ રીતે કોંગ્રેસ પર નિશાનો સાધતા કહ્યું હતું કે જે પાર્ટીએ ભારતમાં લાંબા સમય સુધી શાસન કર્યું તેની હાલત આપણે બધા જોઇ રહ્યા છીએ. આપણે તેમની મજાક ન ઉડાવવી જોઇએ, પણ તેમની ભૂલોમાંથી શીખવુ જોઇએ. વંશવાદના રાજકરણ, વંશવાદી રાજકીય દળોથી દેશ તંગ આવી ગયો છે. આવી પાર્ટીઓ માટે લાંબા સમય સુધી ટકીને રહેવુ મુશ્કેલ છે.
નોંધનીય છે કે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનો આજે બીજો દિવસ છે. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, સ્મૃતિ ઇરાની, જેપી નડ્ડા સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર છે. બેઠકનો અજેન્ડા પાર્ટીનો વિસ્તાર, 2024ની ચૂંટણી, પાર્ટીની નવી નીતિઓ પર ચર્ચા કરવાનુ સામેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.