Homeઆપણું ગુજરાતPM મોદીએ સ્કૂલ ઓફ એક્સેલન્સનું કર્યું ઉદ્ઘાટન! કહ્યું, શિક્ષણ ક્ષેત્રે આવ્યું અભૂતપૂર્વ...

PM મોદીએ સ્કૂલ ઓફ એક્સેલન્સનું કર્યું ઉદ્ઘાટન! કહ્યું, શિક્ષણ ક્ષેત્રે આવ્યું અભૂતપૂર્વ પરિવર્તન

[ad_1]

ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર ગુજરાત પ્રવાસે આવી વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રહ્યા છે. આજે ગુજરાત આવેલા PM મોદીએ ગાંધીનગર ખાતેથી મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદી સ્કૂલમાં બાળકો સાથે ક્લાસરૂમ બેંચ પર બેઠેલા જોવા મળ્યા હતા.

મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘હું ગુજરાતના તમામ લોકોને, તમામ શિક્ષકોને અને તમામ યુવા સાથીઓને અભિનંદન આપું છું, શુભકામનાઓ પાઠવું છું. હવે એજ્યુકેશન સિસ્ટમ સ્માર્ટ બની રહી છે અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધરી છે.’

વડાપ્રધાને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અંગે કહ્યું કે છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. બે દાયકામાં ગુજરાતમાં 1.25 લાખથી વધુ નવા વર્ગખંડો બનાવવામાં આવ્યા છે, બે લાખથી વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. 20 વર્ષ પહેલા 100માંથી 20 બાળકો જ શાળાએ જતા ન હતા. એટલે કે, પાંચમો ભાગ શિક્ષણથી વંચિત રહેતો. શાળાએ ગયેલા ઘણા બાળકોએ આઠમા ધોરણમાં પહોંચતાની સાથે જ શાળા છોડી દેતા હતા. દીકરીઓની હાલત ખરાબ હતી એ પણ કમનસીબી હતી.’

તેમણે કહ્યું કે હતું કે હું મુખ્યપ્રધાન હતો ત્યારે ગામડે ગામડે ગયો અને તમામ લોકોને વિનંતી કરી કે તેઓ તેમની દીકરીઓને શાળાએ મોકલે. પરિણામ એ આવ્યું કે આજે ગુજરાતમાં લગભગ દરેક પુત્ર-પુત્રી શાળાએ જવા લાગ્યા છે. શાળા પછી તેમણે કોલેજ પણ જવાનું શરૂ કર્યું છે.

PM મોદીએ કહ્યું હતું કે વિકસિત ભારત માટે આ એક વિકસિત ગુજરાતના નિર્માણની દિશામાં એક સીમાચિહ્ન સાબિત થવા જઈ રહ્યું છે. આપણે 1stG થી 4G સુધી ઈન્ટરનેટની સેવાઓનો ઉપયોગ કર્યો છે. હવે 5G દેશમાં મોટું પરિવર્તન લાવવા જઈ રહ્યું છે. આજે 5G સ્માર્ટ સુવિધાઓ, સ્માર્ટ ક્લાસરૂમ્સ, સ્માર્ટ ટીચિંગથી આગળ વધીને આપણી એજ્યુકેશન સિસ્ટમને આગલા સ્તર પર લઈ જશે. હવે શાળાઓમાં પણ વર્ચ્યુઅલ રિયાલિટી, ઈન્ટરનેટ ઓફ થિંગ્સની શક્તિનો અનુભવ થઈ શકશે. 4જી સાયકલ છે, તો 5G એ એરપ્લેન છે.

 

 

[ad_2]

RELATED ARTICLES

Most Popular