Homeઆપણું ગુજરાતઆખરે સરકારે પાન-આધાર કાર્ડ લિંક કરવાની ડેડલાઈન લંબાવીઃ જાણો નવી તારીખ

આખરે સરકારે પાન-આધાર કાર્ડ લિંક કરવાની ડેડલાઈન લંબાવીઃ જાણો નવી તારીખ

કેન્દ્ર સરકારે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની ડેડલાઈન એટલે કે છેલ્લી તારીખ લંબાવી છે. હવે 30 જૂન, 2023 સુધી પાન સાથે આધાર કાર્ડ લિંક કરી શકાશે. અગાઉ આ તારીખ 31 માર્ચ, 2023 હતી. કેન્દ્રીય નાણાં વિભાગે નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પેન) કાર્ડ સાથે આધાર કાર્ડ જોડવાની છેલ્લી તારીખ 30 જૂન, 2023 જાહેર કરવામાં આવે છે. પહેલી જુલાઈથી લિંક ન થયેલા તમામ પાન કાર્ડ કાર્યરત રહેશે નહીં.

“>

નાણાં વિભાગે જણાવ્યું હતું કે આઈટી એક્ટ 1961 અનુસાર દરેક પાન કાર્ડ હોલ્ડરે આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. આ નિયમ એનઆરઆઈ, ભારતીય નાગરિકો ન હોય તેવા, 80 વર્ષથી ઉપરના નાગરિકો તેમ જ આસામ, મેઘાલય અને જમ્મુ કાશ્મીરના નાગરિકોને લાગુ પડતો નથી.
31 માર્ચથી ડેડલાઈન લંબાવવાની માગણી કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોએ કરી હતી. આ સાથે લોકોને સમસ્યાઓનો સમાનો કરવો પડતો હોવાનું પણ બહાર આવ્યું હતું. એક આંકડા પ્રમાણે લગભગ 13 કરોડ જેટલા આધાર-પાન લિંક કરવાના બાકી છે. જે લોકોએ ડેડલાઈન બાદ લિંક કરાવ્યું તેમની પાસેથી દંડ વસૂલવામાં આવશે, તેવી જોગવાઈ છે. જોકે સરકારે ઘણી ડેડલાઈન અગાઉ આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -