યુપીમાં કબડ્ડી ખેલાડીઓને ટોયલેટમાં રાખવામાં આવેલ ભોજન પીરસવાનો મામલો સામે આવ્યો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ સ્પોર્ટસ

ઉત્તર પ્રદેશના સહારનપુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં કબડ્ડી ખેલાડીઓને શૌચાલયના ફ્લોર પર રાખવામાં આવેલ ભોજન પીરસવામાં આવતું હોવાનું જોવા મળે છે. વાયરલ વીડિયોમાં મહિલા ખેલાડીઓ સહારનપુરના ભીમરાવ આંબેડકર સ્ટેડિયમના ગેટ પાસે ટોયલેટના ફ્લોર પર મૂકવામાં આવેલા વાસણોમાંથી ભાત, દાળ અને શાકભાજી સહિતનું ભોજન પીરસતી જોઈ શકાય છે.

YouTube player

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે રાંધેલા ભાત ભરેલી એક મોટી પ્લેટ શરૂઆતમાં સહારનપુરના ડૉ. ભીમરાવ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં શૌચાલય સંકુલના ફ્લોર પર રાખવામાં આવી હતી. આ પ્લેટમાંથી બાદમાં રાજ્ય-કક્ષાની અંડર-17 ગર્લ્સ કબડ્ડી ટુર્નામેન્ટમાં ભાગ લેતા લગભગ 200 ખેલાડીઓને પીરસવામાં આવ્યા હતા.
ભારતીય કુસ્તીબાજ યોગેશ્વર દત્તે આ ઘટનાને “દુર્ભાગ્યપૂર્ણ” ગણાવી હતી અને ખેલાડીઓ માટે વધુ સારી સુવિધાઓ માટે વિનંતી કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને આવી ઘટનાઓ ફરીથી બને તે સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં લેવાની માંગ કરી હતી.
આ વીડિયો વાયરલ થયા બાદ યોગી આદિત્યનાથ સરકારે સહારનપુરના ભીમરાવ આંબેડકર સ્ટેડિયમમાં યુવા ખેલાડીઓ સાથે શરમજનક વર્તનની તપાસના આદેશ આપ્યા છે. સત્તાવાળાઓએ જિલ્લા રમતગમત અધિકારી અનિમેષ સક્સેનાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.
આ ઘટનાની કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે, “મેં આરોપી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે. મેં કોન્ટ્રાક્ટરને ભવિષ્ય માટે બ્લેકલિસ્ટ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.”

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.