મહેસાણામાં વરસાદની સિઝન અગાઉ ૪૧ હજાર હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર

આપણું ગુજરાત

મહેસાણા: ગુજરાતમાં ભીમ અગિયારસના શુભ દિવસથી રાજ્યના અનેક તાલુકામાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. જેથી રાજ્યના ખેડૂતોએ વાવેતર શરૂ કર્યા છે. મહેસાણા જિલ્લામાં પણ વરસાદની અપેક્ષાએ ખેડૂતોએ વરસાદની સિઝન અગાઉ ખરીફ વાવેતરની શરૂઆત કરી દીધી હતું. જિલ્લાના ૧૦ તાલુકામાં છેલ્લા એક મહિનામાં ૪૧ હજાર હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર કરાયું હતું. જેમાં સૌથી વધુ ૨૬,૩૭૮ હેક્ટર વિસ્તારમાં પિયત કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેમ જ જિલ્લાના સાત તાલુકામાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે.
જિલ્લા ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર બેચરાજી તાલુકામાં ૨૦૩૫ હેક્ટર, જોટાણામાં ૮૧૧ હેક્ટર, કડીમાં ૬૯૬૧ હેક્ટર, ખેરાલુમાં ૩૮૯૪ હેક્ટર, મહેસાણામાં ૬૪૪૫ હેક્ટર, સતલાસણામાં ૩૦૫૫ હેક્ટર, ઊંઝામાં ૨૫૭૮ હેક્ટર, વડનગરમાં ૧૯૮૬ હેક્ટર, વિજાપુરમાં ૪૬૦૦ હેક્ટર અને વિસનગરમાં ૮૬૭૪ હેક્ટર મળી કુલ ૪૧,૦૩૯ હેક્ટર વિસ્તારમાં ખેડૂતોએ વિવિધ પાકોનું ખરીફ વાવેતર કર્યું હતું. જિલ્લામાં સૌથી વધુ પિયત કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં હેક્ટર પ્રમાણે બેચરાજી તાલુકામાં ૨૦૩૫, જોટાણા તાલુકામાં ૮૧૧, કડી તાલુકામાં ૩૮૨૯, ખેરાલુ તાલુકામાં ૧૫૩૧, મહેસાણા તાલુકામાં ૩૮૪૫, સતલાસણા તાલુકામાં ૯૨૫, ઊંઝા તાલુકામાં ૨૩૪૭, વડનગર તાલુકામાં ૧૬૬૩, વિજાપુર તાલુકામાં ૨૨૨૭, વિસનગર તાલુકામાં ૭૧૬૫ મળી કુલ ૨૬,૩૭૮ હેકટરમાં પિયત કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.