ફેબ્રુઆરી મહિનામાં જ એપ્રિલ-મે જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે મુંબઈગરાઓને બે-ત્રણ મહિના બાદ યાદ આવનારા હિલ સ્ટેશનની યાદ અત્યારથી જ આવી રહ્યા છે. તમે પણ જો ઉનાળાની સિઝનમાં બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ અને ફ્લાઈટ્સ બુક કરી રહ્યા હોવ તો અમે અહીં તમારા માટે લાવ્યા છીએ ચિપેસ્ટ એરટ્રાવેલની ટિપ્સ. આ ટિપ્સને ફોલો કરીને તમે તમારા વેકેશનને બજેટ વેકેશન બનાવી શકશો.
સૌથી પહેલી અને મહત્ત્વની ટિપ્સ એટલે સસ્તી ફ્લાઈટની ટિકિટ બુક કરવી હોય તો તમારે પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરવો જોઈએ, આને કારણે તમને ફ્લાઈટ બુકિંગ પર સારી ડિલ્સ અને કેશબેક પણ મળે છે.
આ સિવાય તમે સસ્તી ફ્લાઈટ ટિકિટ્સ મેળવવા માટે કંપનાની વેબસાઈટ અને સોશિયલ મીડિયા પેજને પણ ફોલો કરવું જોઈએ, કારણ કે તેમાં ઓફર્સની માહિતી મળે છે.
જો તમારું વેકેશન પહેલાંથી જ પ્લાન હોય તો બે-ત્રણ મહિના પહેલાંથી જ ટિકિટ બુક કરાવી લો, આને કારણે ફલાઈટની ટિકિટ સસ્તી મળવાની શક્યતા વધી જશે.
સસ્તી ફ્લાઇટ ટિકિટ બુક કરવા માટે, તમારે પીક સીઝનમાં ક્યારેય ફ્લાઇટ્સ બુક ન કરવી જોઈએ. આમ કરવાને કારણે ફ્લાઈટ ટિકિક સસ્તી નહીં પડે અને ઓફર્સ પણ નહીં મળે.
થર્ડ પાર્ટી એપ્લિકેશનની મદદથી પણ તમે સસ્તા ભાવે ફ્લાઈટ્સની ટિકિટ બુક કરી શકો છો. હકીકતમાં અહીં ડિસ્કાઉન્ટ ખૂબ જ વધારે હોય છે અને ગ્રાહકોને મોંઘી ફ્લાઈટ ટિકિટ ઓછી કિંમતમાં મળે છે.
વેકેશનનો પ્લાન બનાવો છો? આ રીતે બુક કરો ચિપેસ્ટ ફ્લાઈટ ટિકિટ્સ
RELATED ARTICLES