કોવિડ-19ને લઈ કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકારો પણ એલર્ટ મોડમાં છે ત્યારે સરકારે પણ સરકારી તંત્રો, હોસ્પિટલને તકેદારી રાખવાના અનુરોધ પણ કર્યો છે. ચીનની સાથે અમેરિકા વગેરે દેશોમાં કોરોનાના કેસની સંખ્યા વધતા સરકારે કોવિડના પ્રોટોકોલનું પાલન કરવાનું જણાવ્યું છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને દેશના સૌથી લોકપ્રિય ટૂરિસ્ટ એટ્રેક્શન તાજમહેલમાં પણ કોરોનાના ટેસ્ટ વિના એન્ટ્રી નહીં આપવાનો આદેશ આપ્યો છે.
તાજમહેલને જોવા માટે ભારતીયો જ નહીં, પરંતુ વિદેશી પ્રવાસીઓની મોટી સંખ્યામાં લોકો આવે છે, ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટૂરિસ્ટોની એન્ટ્રી કોવિડ ટેસ્ટિંગના આધારે થશે. આગ્રા ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઈન્ફર્મેશન ઓફિસરે કહ્યું હતું કે તાજમહેલ એલર્ટ મોડમાં છે. અહીં ભારતીય અને વિદેશી પ્રવાસીઓની અવરજવર વધારે રહે છે, તેથી ટેસ્ટિંગવાળા ટૂરિસ્ટને એન્ટ્રી આપવામાં આવશે. અલબત્ત, અહીં આવનારા પ્રવાસીઓએ કોવિડ ટેસ્ટ કરાવીને જ આવે. ટેસ્ટિંગ કરવામાં આવ્યું નહીં હોય તો પરિસરમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં.