મુંબઈઃ રવિવારે આખા રાજ્યમાં છત્રપતિ શિવાજી મહારાજની જયંતીની ધામધૂમપૂર્વક ઊજવણી કરવામાં આવી હતી. રાજ્ય સિવાય સાત સમંદર પાર રશિયામાં પણ પોતાના મૂળિયા સાથે જોડાયેલાં મરાઠી શિવપ્રેમી યુવક સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિડિય કોન્ફરન્સિંગની મદદથી સંવાદ સાધ્યો હતો. રશિયાની ઓશત સ્ટેટ યુનિવર્સિટીમાં 750 મરાઠી યુવક મેડિકલમાં અભ્યાસ કરી રહ્યાછે અને તેમણે આ વર્ષે યુનિવર્સિટીના કેમ્પસમાં જ શિવજયંતિની ઊજવણી કરવાનું નક્કી કર્યું હતું. ખુદ મુખ્ય પ્રધાને આ યુવકો દ્વારા કરવામાં આવેલી ઊજવણીની નોંધ લીધી છે અને વીડિયો કોલના માધ્યમથી તેમણે આ યુવકો સંપર્ક સાધ્યો હતો. સીએમ શિંદેએ આ યુવકો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે તમે તમારી માતૃભૂમિથી દૂર રહીને પણ શિવજયંતિનો તહેવાર ઊજવી રહ્યા છો એ ચોક્કસ જ ગૌરવાસ્પદ વાત છે. હું પણ આગ્રાના લાલ કિલ્લા પર યોજાયેલા શિવજયંતિના કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યો છે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલી જ વખત આ રીતે શિવજયંતીની ઊજવણી થઈ રહી છે. તમે લોકો દેશ-ઘર પરિવારથી આટલે દૂર હોવા છતાં પણ પોતાનો અભ્યાસ સંભાળીને પણ શિવજયંતિની ઊજવણી કરી રહ્યા છો એ ખૂબ જ મોટી વાત છે. હું તમને બધાને શિવજયંતિની શુભેચ્છાઓ પાઠવું છું.