કાઠમાંડુઃ નેપાળમાં વિમાન ક્રેશ થવાની હોનારતમાં ઉત્તર પ્રદેશના ગાજીપુરના ચાર યુવક સહિત કુલ 72 જણનાં મોત થયા છે. આ હોનારતમાં ઉત્તર પ્રદેશના ચાર મિત્ર મોતને ભેટ્યાં છે. આ ચાર મિત્રો બસમાં પોખરા જવાના હતા પણ છેલ્લી ઘડીએ મૂળ યોજનામાં ફેરફાર કર્યો હતો અને મોતને ભેટ્યા હતા. મૃતકોની ઓળખ સોનુ જયસ્વાલ, વિશાલ વર્મા, અનિલ રાજભર અને અભિષેક કુશવાહ તરીકે કરવામાં આવી છે. આ પ્લેન ક્રેશ થયાના સમાચારથી ચારેયના પરિવાર પર તો જાણે આભ તૂટી પડ્યું હતું, જ્યારે મોટી સંખ્યામાં તેમના પરિવારને સાંત્વન આપવા લોકો પહોંચ્યા હતા. એટલું જ નહીં, જિલ્લાના રહેવાસીઓએ તેમના પરિવારને બનતી તમામ મદદ કરવાની હૈયાધારણ આપવામાં આવી હતી.
नेपाल में हुई विमान दुर्घटना अत्यंत दुःखद है। इसमें भारतीय नागरिकों समेत काल-कवलित हुए सभी लोगों के प्रति विनम्र श्रद्धांजलि!
मेरी संवेदनाएं शोकाकुल परिजनों के साथ हैं।
प्रभु श्री राम दिवंगत आत्माओं को अपने श्री चरणों में स्थान व घायलों को शीघ्र स्वास्थ्य लाभ प्रदान करें।
— Yogi Adityanath (@myogiadityanath) January 15, 2023
કહેવાય છે કે સોનુ જયસ્વાલે તો ફેસબુક લાઈવ પણ કર્યું હતું. એક મિનિટ અને 38 સેકન્ડના વીડિયોમાં પ્લેનમાં લોકોનો અવાજની સાથે બહારની દુનિયાનો નજારો જોવા મળે છે. જોકે, ગણતરીની સેકન્ડમાં પ્લેન રનવે પર લેન્ડ થયા પૂર્વે ભયાનક રીતે ખીણમાં પટકાયા બાદ સળગી ઊઠે છે.
કહેવાય છે કે આ યુવકો વારણસીથી કાઠમાંડુ જઈ રહ્યા હતા અને અકસ્માત પૂર્વે સોનુ જયસ્વાલે વિડિયો બનાવ્યો હતો, જેમાં ફ્લાઈટની બહાર અને અંદરનો નજારો પણ જોવા મળે છે, પરંતુ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે એ જિંદગીની છેલ્લી પળો હતી.
અકસ્માત અંગે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્ય નાથે ટિવટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું હતું કે આ અકસ્માતની બાબત અત્યંત દુઃખદ છે, જેમાં મૃત્યુ પામનારા લોકોને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું.
બ્લેક બોક્સ મળ્યું, પ્લેન હતું પંદર વર્ષ જૂનું
નેપાળમાં પોખરામાં યેતી એરલાઈન્સનું એટીઆર-72 વિમાન રવિવાર ક્રેશ થઈ ગયું હતું, જેમાં 72 લોકોના મોત થયા છે. સોમવારે તેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પ્લેનનું બ્લેકબોક્સ મળી આવ્યું છે, જ્યારે ટેકિનકલ ખામી અથવા માનવીય ભૂલને કારણે આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે, પરંતુ તપાસ માટે પાંચ જણની સમિતિ બનાવી છે. આ પ્લેનના અનેક વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, તેથી હવામાનમાં ખરાબીનું ક્યાંય જોવા મળ્યું નથી. એટીઆર-72-500 પંદર વર્ષ જૂનું હતું તથા રજિસ્ટ્રેશન નંબર 9એન-એએનસી અને સિરીયલ નંબર 754 છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.