Homeટોપ ન્યૂઝઅમેરિકામાં પ્લેન ક્રેશ: ભારતીય મૂળની મહિલાનું મોત, પુત્રીની હાલત ગંભીર

અમેરિકામાં પ્લેન ક્રેશ: ભારતીય મૂળની મહિલાનું મોત, પુત્રીની હાલત ગંભીર

અમેરિકાના ન્યૂયોર્ક વિસ્તારમાં એક સ્મોલ એરક્રાફ્ટ ક્રેશ થતાં ભારતીય મૂળની એક મહિલાનું મોત થયું હતું અને તેની પુત્રી અને પાયલટ પ્રશિક્ષક ઘાયલ થયા છે.
મીડિયા રીપોર્ટસ અનુસાર રોમા ગુપ્તા (63) અને તેની પુત્રી રીવા ગુપ્તા (33) પ્લેનમાં સવાર હતા. પ્લેનના પાયલટે કોકપીટમાં ધુમાડાની જાણ આપી અને તેના થોડા સમય બાદ લોંગ આઇલેન્ડમાં એક મકાન પાસે પ્લેન ક્રેશ થયું.
મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આ અકસ્માતમાં રોમા ગુપ્તાનું મોત નીપજ્યું હતું અને રીવા ગુપ્તા અને 23 વર્ષીય પાયલટ ઈન્સ્ટ્રક્ટર ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ડેની વાઈસમેન ફ્લાઇટ સ્કૂલના એટર્ની ઓલેહ ડેકાયલોએ જણાવ્યું હતું કે પાઇલટ પાસે તમામ જરૂરી પ્રમાણપત્રો અને રેટિંગ્સ છે અને જે પ્લેન ક્રેશ થયું તેની ગયા અઠવાડિયે જ બે વાર તપાસ કરવામાં આવી હતી. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ કરશે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન પણ આ મામલે તપાસ કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular