Homeટોપ ન્યૂઝપ્લેન ક્રેશઃ કો-પાઈલટ અંજુનું લેન્ડિંગ પછી થવાનું હતું પ્રમોશન

પ્લેન ક્રેશઃ કો-પાઈલટ અંજુનું લેન્ડિંગ પછી થવાનું હતું પ્રમોશન

કમનસીબ કો-પાઈલટના પતિનું પણ 16 વર્ષ પહેલા મોત થયું હતું

કાઠમાંડુઃ નેપાળના પોખરા સ્થિત એરપોર્ટ પર લેન્ડિંગ પૂર્વે રવિવારે પાંચ ભારતીય સહિત 72 લોકોને લઈ જનારા ફ્લાઈટ ક્રેશ થઈ જવાની ગોઝારી ઘટનામાં વધુ એક નહીં બે ચોંકાવનારી બાબત બહાર આવી છે. આ ફ્લાઈટની કો-પાઈલટ અંજુ ખતીવડાની દાસ્તાન સાંભળ્યા પછી લોકોના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. કહેવાય છે કે કો-પાઈલટ અંજુની આ કો-પાઈલટ તરીકે છેલ્લી ઉડાન હતી, કારણ કે આ ઉડાન પછી તેનું પ્રમોશન થવાનું હતું, જ્યારે આ જ એરલાઈન્સના અકસ્માતમાં 16 વર્ષ પહેલા અંજુએ તેના પતિને ગુમાવ્યો હતો.
પાયલટ તરીકે તેનો 100 કલાકનો ફ્લાઈંગ અનુભવ જોઈએ. કો-પાઈલટ અંજુએ એના પૂર્વે પણ નેપાળના તમામ એરપોર્ટ ખાતે સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું.
પોખરા માટે ઉડાન ભરતી વખતે કેપ્ટન કેસીએ તેને મુખ્ય પાઈલટની સીટ બેસાડવામાં આવી હતી. રવિવારે સફળ લેન્ડિંગ પછી અંજુને પાયલટનું લાઈસન્સ મળવાનું હતું, પરંતુ કમનસીબે એટલે લગભગ દસ સેકન્ડના અંતરે પ્રમોશન દૂર રહ્યું હતું. કેપ્ટન કેસી પાઈલટનો અનુભવ 35 વર્ષનો હતો. કેસીએ આ પૂર્વે અનેક પાઈલટને તાલીમ આપી છે અને તેના હાથ નીચેના તાલીમબદ્ધ સફળ પાઈલટ તરીકેનો અનુભવ છે.
અંજુનું પ્રમોશન તો અટકી ગયું હતું, પરંતુ સૌથી કમનબીબ બાબત એ છે કે અંજુના પતિ દીપક પોખરેલનું પણ વિમાનના અકસ્માતમાં મોત થયું હતું અને એ પણ યેતી એરલાઈન્સમાં હતું. 16 વર્ષ પહેલા તેના પતિનું મોત પણ કો-પાઈલટ તરીકે થયું હતું. 21 જૂન, 2006માં યેતી એરલાઈન્સના જે વિમાનને અકસ્માત થયો હતો, તેમાં પણ કો-પાઈલટ તરીકે દીપક હતો. નેપાળગંજથી સુર્ખેત જનારા યેતી એરલાઈન્સની ફ્લાઈટ 9એન એઈક્યુ વિમાનને અકસ્માત થયો હતો, જેમાં છ પ્રવાસી અને ચાર ક્રૂ મેમ્બરના મોત થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular