કેન્દ્ર સરકારે ગુજરાતને વધુએ એક ભેટ આપી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરના રેલવે સ્ટેશનને વર્લ્ડક્લાસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પોરબંદર રેલ્વે સ્ટેશન સહીત ૮૭ રેલવે સ્ટેશન વિશ્વ કક્ષાના બનાવવાની જાહેરાતને કરવામાં આવી છે. પોરબંદરની જનતાએ સરકારના આ નિર્ણયને વધાવી લીધો છે. પોરબંદરથી વધુ લાંબા રુટની ટ્રેન શરુ કરવાની પણ માંગ કરવામાં આવી છે.
કેન્દ્રીય રેલવે પ્રધાનને પોરબંદર સહિત રાજકોટ અને સૌરાષ્ટ્ર ગુજરાતના રેલ્વે સ્ટેશન વિકસાવવા માટે ભલામણ કરવામાં આવી હતી. રેલવે મંત્રાલયે પોરબંદરના રેલ્વે સ્ટેશનને વિશ્વ કક્ષાનું બનાવવાનો નિર્ણય કર્યો છે. પોરબંદરના રેલ્વે સ્ટેશનને વિશ્વ કક્ષાનું બનવાની જાહેરાતને પોરબંદર પેસેન્જર અસોસિએસન દ્વારા આવકારવામાં આવી છે.
નોંધનીય છે કે હાલ પોરબંદર રેલ્વે સ્ટેશનમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. લાંબા અંતરની ટ્રેન પ્લેટફોર્મ નંબર 3 પર આવતી હોવાથી યાત્રિકોને ઓવેરબ્રિજ પરથી આવન જાવન કરવું પડે છે. જ્યાં એક્સિલેટર અથવા તો લિફ્ટની કોઈ સગવડતા નથી, જેથી સિનિયર સિટીજન અને દિવ્યાંગોને વધુ તકલીફ પડે છે.
આ ઉપરાંત પોરબંદરથી રાજકોટ લોકલ ટ્રેન કોરોના સમય દરમ્યાન બંધ થઈ હતી તે ચાલુ કરવી અને વધારાની લાંબા અંતરની ટ્રેન પોરબંદરને આપવાની માંગ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના આ રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવા નિર્ણય
RELATED ARTICLES