ભારતમાં દર ચાર મહિને મોસમ બદલાય છે. અત્યાર સુધી ગરમીને કારણે હેરાન લોકો હવે વરસાદનો આનંદ માણી રહ્યા છે. વરસાદમાં ચા સાથે ભજીયા ખાવાનું જેટલુ મન થાય છે, એટલું જ મન બહાર ફરવા જવાનું થાય છે. એવામાં લોકો હંમેશા કન્ફયૂઝ રહે છે કે ફરવા માટે કયા જઇએ? તમારી આ મૂંજવણને દૂર કરવા માટે અમે અહીં જણાવી રહ્યા છે ચોમાસામાં ફરવા લાયક બેસ્ટ જગ્યાઓ અંગે.
શિલોંગ, મેઘાલય- જયારે સોમાચામાં ફરવા માટેની જગ્યાની વાત આવે ત્યારે શિલોંગનું નામ સૌથી પહેલા આવે. આ જગ્યાને પૂર્વનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે. જયારે સંપૂર્ણ પહાડી શહેર વરસાદમાં ભીંજાય જાય છે ત્યારે આ જગ્યાની સુંદરતા વધી જાય છે. જો તમને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ હોય તો અહીંની હરિયાળી, ઝરણાઓ જોઇને તમારુ મન પ્રફૂલ્લિત થઇ ઉઠશે.
કયા ફરશો- એલિફન્ટ ફોલ્સ, ઉમિયમ લેક, શિલોંગ પીક, વોર્ડસ લેક, ડોન બોસ્કો મ્યુઝિયમ, પોલીસ બજાર. આ સાથે અહીંના લોકલ ફૂડનો સ્વાદ પણ જરૂર માણો.
કૂર્ગ, કર્ણાટક- પ્રસિદ્ધ કોફીના બગીચાઓ સિવાય આ જગ્યામાં ફરવાલાયક ઘણું બધુ છે. આ એક રોમેન્ટિક ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે, જયાં ફરવા માટ કપલ્સ જાય છે. અહીં પર્યટક ગૌરવશાળી ઇતિહાસ, પ્રાકૃતિક સુંદરતા, રોમાંચથી ભરપૂર એક્ટિવિટી અને સ્વાદિષ્ટ વ્યંજનોનો આસ્વાદ માણી શકે છે.
કયા ફરશો- એબી ફોલ્સ, રાજાની સીટ, મંડલપટ્ટી વ્યૂપોઇન્ટ, નામદ્રોલિંગ મઠ, ઓમકારેશ્વર મંદિર, પુષ્પગિરી વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, તડિયાણ્ડમોલ પીક, ઇરુપ્પુ વોટરફોલ, મોદિકેરી કિલ્લા
મુન્નાર, કેરળ- મુન્નાર દક્ષિણ ભારતમાં પશ્ચિમી ઘાટમાં સ્થિત ભારતના સૌથી સુંદર હિલ સ્ટેશનોમાંથી એક છે. આમ તો અહીં આખા વર્ષ દરમિયાન કયારે પણ આવી શકાય છે, પણ ચોમાસા દરમિયાન આ જગ્યાનું સૌદર્ય ખીલી ઉઠે છે. ટ્રેકિંગ અને માઉન્ટેન બાઇકિંગ માટે પણ આ એક બેસ્ટ ડેસ્ટિનેશન છે.
કયા ફરશો- એરાવીકુલમ નેશનલ પાર્ક, કુંડલા લેક, અનામુડી પીક, ઇકો પોઇન્ટ, ટોપ સ્ટેશન, અટ્ટૂકલ વોટરફોલ, ટી મ્યૂઝિયમ, ક્રાઇસ્ટ ચર્ચ